તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયરીંગ કરી હત્યા કરનાર હત્યારાઓ પોલીસ પકડથી દૂર, સમાજના લોકોએ ધરણા કરવાની તૈયારી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર
  • આંગલધરાના યુવાનની ફાયરીંગ કરી હત્યા કરવાની ઘટનાને 7 દિવસે હત્યારાઓ પોલીસ પકડથી દૂર
  • ગામલોકો તથા રાજપૂત સમાજે આરોપીને જલ્દી પકડવા પોલીસ સ્ટેશન સામે ધરણા કરવાની તૈયારી

સુરતઃ મહુવા તાલુકાનાં આંગલધરા ખાતે વજન કાંટાના માલિક અને ખેડૂત સંજયસિંહ દેસાઈની 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા બાબતે યુવાનના પિતા અને બેન બનેવીઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, 7 દિવસનો સમય વીતવા છતાં પોલીસની દિશા વિહીન તપાસથી પોલીસની કાર્યવાહી સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકો અને રાજપૂત સમાજ દ્વારા પોલીસ સ્ટેશન સામે ધરણા કરવાની તૈયારીઓ કરી લીધી છે.

હત્યારાઓને આકરી સજા કરવાની માંગ

પ્રાપ્ત માહિતી મુજબ ગત 9મી જૂને સંજય દેસાઈની પોતાના વજન કાંટાની ઓફિસમાં અજાણ્યા હત્યારાઓ દ્વારા 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. જે બાબતે સંજયસિંહના પત્ની કૃપાબેન દેસાઇએ મહુવા પોલીસમાં હત્યા બાબતે પતિના બેન બનેવી તથા પિતાના જમીન બાબતે અવાર-નવાર ઝગડાઓ થતાં હોવાથી હત્યા અંગે શંકા વ્યક્ત કરતાં પોલીસેએ દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ ઘટનાને 7 દિવસનો સમય વીતવા છતાં પોલીસ માત્ર નિવેદનો જ લઈ રહી છે. અને કોઈ ચોક્કસ દિશામાં કામગીરી ન થતાં સમગ્ર અનાવલ પંથકના લોકો તથા રાજપૂત સમાજના આગેવાનો હત્યાના આરોપીને પોલીસ વહેલી તકે ઝડપી આકરી સજા ફટકારે એ સંદર્ભે મહુવા પોલીસ મથક આગળ ધરણા પર બેસવાની તૈયારી કરી રહ્યા છે. 

પોલીસની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો

ઘટનાની સમીક્ષા કરવા 9 તારીખે જિલ્લા પોલીસવડા પણ જાતે આંગલધરા ખાતે સ્થળ તપાસ કરી હતી. પરંતુ 7 દિવસ જેટલો સમય વીતવા છતાં પોલીસે કોઈ નક્કર પગલાં ન લેતા રાજપૂત સમાજ તથા સમગ્ર ગ્રામજનો પોલીસની નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.