PI ખીલેરીની આગોતરા, PSI ચૌધરીની જામીન અરજી નામંજૂર, કસ્ટડીમાં એક શખ્સનું મોત નીપજ્યું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PI ખિલેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
PI ખિલેરીની ફાઈલ તસવીર

સુરતઃ ખટોદરા પોલીસ સ્ટેશનમાં બનેલી કસ્ટોડિયલ ડેથની ઘટનામાં સંડોવાયેલાં સસ્પેન્ડેડ પીઆઇ ખિલેરીની આગોતરા જામીન અરજી અને પીએસઆઇ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. સરકાર પક્ષે એપીપી ભદ્રેશ દલાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. તા. 29મી મે, 2019ના રોજ ખટોદરા પોલીસના પીએસઆઇ અને કોન્સ્ટેબલ દ્વારા ચોરીની શંકાના આધારે ઓમપ્રકાશ પાંડેને પકડવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસ સુધી ઢોર માર મારતાં ઓમપ્રકાશનું મોત નિપજ્યું હતુ. કસ્ટડીમાં મોત નિપજતાં હલચલ મચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખટોદરા પોલીસ મથકના કુલ સાત જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પીઆઇ અને પીએસઆઇ સહિતના આરોપીઓ ભાગતા ફરતા હતા. ધરપકડથી બચવા માટે આરોપી પીઆઇ દ્વારા કરવામાં આવેલી આગોતરા અરજી અને પીએસઆઇ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.