તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલમાં હિમોફેલિયા કેર સેન્ટરમાં ફેક્ટર-9 દવા જ નથી, દર્દીઓને હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિમોફેલિયાની બીમારીથી પીડાતા દર્દીએ ફેક્ટર-9 ઈન્જેક્શનના સ્ટોક ન હોવાથી લાચારી અનુભવાતીની પીડા વ્યક્ત કરી હતી. - Divya Bhaskar
હિમોફેલિયાની બીમારીથી પીડાતા દર્દીએ ફેક્ટર-9 ઈન્જેક્શનના સ્ટોક ન હોવાથી લાચારી અનુભવાતીની પીડા વ્યક્ત કરી હતી.
 • છેલ્લા ત્રણ મહિનાથી સિવિલના હિમોફેલિયા સેન્ટરમાં ઈન્જેક્શનનો અભાવ
 • ઈન્જેક્શન ન મળતાં શરીરમાં અન્ય તકલીફો થતી હોવાની દર્દીઓની પીડા

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ ના હિમોફિલિયા ડે કેર સેન્ટરમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમોફિલિયાના દર્દીને અપાતા ફેક્ટર-9નો સ્ટોક ત્રણેક મહિનાથી ન હોવાથી દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. હિમોફિલિયાના દર્દીએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી હિમોફેલિયાથી પીડાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના હિમોફિલિયા ડે કેર સેન્ટરમાં છેલ્લા 3 મહિનાથી ફેક્ટર-9 ન હોવાનું જણાવવામાં આ‌વી રહ્યું છે. ફેક્ટર-9 નો સ્ટોક ન હોવાના કારણે તેમના પગને પણ ગંભીર અસર થઈ છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. હિમોફિલિયામાં ઈજા થાય તો લોહીનો સ્ત્રાવ બંધ થતો નથી. જેથી દર્દીને ફેક્ટર આપવા પડે છે. દર્દીએ જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ સોનગઢના એક દર્દીનું માથામાં ઈજા થયા બાદ લોહી વહી જવાથી મોત થયું હતું.

હિમોફેલિયા શું છે?
હિમોફેલિયા એટલે રક્તસ્ત્રાવ રોકવા માટે શરીરમાં હાજર 1 થી 12 ફેક્ટરમાંથી કોઈ પણ એકની ઊણપ. જેમાં મુખ્યત્વે ફેક્ટર 8 અને 9 એટલે કે હિમોફીલીયા-એ અને હિમોફીલીયા-બી નો સમાવેશ થાય છે તે ઉપરાંત ફીબા(એન્ટી ઈન્હીબીટર) નો પણ સમાવેશ થાય છે.

40 જેટલાં દર્દી ફેક્ટર 9ના
સિવિલના હિમોફિલિયા સેન્ટરમાં સારવાર લેતા આશરે 40 દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. 

ઓર્ડર આપ્યો છે
ફેક્ટર 9ની સોર્ટેજ છે પણ અમે ગયા મહિને જ ઓર્ડર કરી દીધા છે પણ આવ્યા નથી અમે એક એક ઇન્જેક્શન 41-41 હજારના ખરીદ્યા છે. છતાં હું ખાસ ફેક્ટર-9નું જોવડાવી લઉ છુ. - ડો.પ્રીતિ કાપડિયા, ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ

ત્રણ મહિનાથી પ્રશ્ન ઉકેલાયો નથી - દર્દીઓ
રાજેશભાઈ નામના દર્દીએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ફેક્ટર-9 હિમોફેલિયાથી પીડિત છે. તેમને આ ફેક્ટર-9 ઈન્જેક્શન કાયમી લેવું પડે છે. પરંતુ આ સેન્ટરમાં છેલ્લા 3 મહિનાથી ઈન્જેક્શન ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈન્જેક્શન ન હોવાના કારણે તેમના પગને પણ ગંભીર અસર થઈ છે. પગ વળી ગયા છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. આ ઈન્જેક્શનથી લોહીનો સ્ત્રાવ અટકે છે. જો ઈન્જેક્શન ન લેવામાં આવે તો લોહી વહેતાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. થોડા દિવસો અગાઉ સોનગઢના તુષાર ચૌધરીનું માથામાં ઈજા થયા બાદ લોહી વહી જવાથી મોત થયાનું રાજેશભાઈએ વધુમાં જણાવ્યું હતું.

ઈન્જેક્શન માટે રજૂઆત, આંદોલન કરાશે
હિમોફેલિયાના દર્દી રાજેશભાઈએ જણાવ્યું હતું કે,લગભગ મારા જેવા 40 દર્દીઓ હાલ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. અમે ફોન કરીએ તો સ્ટોક ન હોવાનું કહે એટલે અમે નર્વસ થઈ જઈએ છીએ. બજારમાં 22 હજારના ભાવે મળતા ઈન્જેક્શન જરૂરીયાત ઉભી થાય તો લેવા પડે પણ એ પોસાય તેમ નથી. આરોગ્ય વિભાગ ધ્યાન આપતું નથી. સિવિલમાં પણ રજૂઆત કરાઈ છે પરંતુ પરિણામ શૂન્ય છે. વોર્ડમાં પણ છ મહિનાથી વોશ રૂમ બંધ છે. અનેક સમસ્યાઓ છે. અમારા જીવન માટે જરૂરી ફેક્ટર-9ના ઈન્જેક્શનો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ભુખ હડતાળ સહિતના કાર્યક્રમો અને આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો