તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ સાથે સુરતમાં પતંગરસિયાઓએ મચાવી ધમાલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
 • સવારથી જ પતંગ રસિયાઓ છત પર આવી જઈને પતંગ ચગાવી
 • ધાબા પર ડીજે ગોઠવી દઈને ગીત સંગીતના તાલે પતંગ ઉડાવે છે

સુરતઃગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વને ઉજવતા સુરતીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ સુરતીઓ મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યું હતું. સુરતીઓના ઉત્સાહને બેવડતા પવનદેવે પણ પોતાની ગતિ જાળવી રાખી હોવાથી પતંગરસિયાઓને સવારથી મોજ પડી ગઈ છે. હળવી ઠંડીની વચ્ચે યોગ્ય પવનથી આકાશી યુધ્ધ ચડેલા યુવા હૈયાઓ આનંદ અને ઉલ્લાસ સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી રહ્યાં છે.

ડીજેના તાલે ઝુમ્યા 
પતંગ ચગાવવા મકાનની છત પર પહોંચી ગયેલા યુવા હૈયાઓએ વહેલી સવારથી જ ડીજેના તાલે નાચવા લાગ્યાં હતાં. બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મોના ગીતો સાથે નાચતાં જોવા મળ્યાં હતાં. પતંગ કપાતા જ લપેટ અને કાપ્યો છેની ચીચીયારી જોવા મળી રહી હતી. ઉડી ઉડી જાય..ગીત આ વખતે ઉતરાયણમાં પતંગ રસિયાઓનું ફેવરીટ ગીત બની ગયું હોય તેમ દરેક મકાનની છત પરથી જોવા મળી રહ્યું હતું.

મુંબઈથી પતંગ રસિકો આવ્યાં
સુરતની ઉતરાયણ અલગ હોવાનું કહેતા નેહા નામની યુવતીએ જણાવ્યું હતું કે તેઓ દરવર્ષે ઉતરાયણના તહેવારની ઉજવણી સુરતમાં જ કરે છે. મુંબઈથી ફ્રેન્ડ સર્કલ સાથે એક દિવસ અગાઉ જ સુરત આવી જાય અને પછી પતંગની મજા સુરતમાં માણે છે.

છત પર જ દિવસભરની વ્યવસ્થા
સુરતીઓએ ઉતરાયણને ઉજજવા દિવસ ભરના ખાવા પીવાની વ્યવસ્થા છત પર જ કરી રાખી છે. બપોરના ઉંધીયાથી લઈને તલ ગોળના લાડુ અને ચીકી સાથે સુરતીઓએ છત પર ધામા નાખ્યા હોય તેમ તમામ વ્યવસ્થા છત પર જ કરી રાખ્યાનું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો