તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણામાં આખી સિટી બસમાં કંડક્ટરે ટિકિટ નહીં આપતાં મુસાફરોનો હોબાળો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટિકિટ આપવા મામલે કંડક્ટર અને મુસાફરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું - Divya Bhaskar
ટિકિટ આપવા મામલે કંડક્ટર અને મુસાફરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું
 • મનપાની સામાન્ય સભામાં વિપક્ષે પસ્તાળ પાડી છતાં કંડક્ટરો સુધરતાં નથી
 • સાવલિયા સર્કલ પાસે મુસાફરોએ બસ અટકાવતાં પોલીસ દોડતી થઈ

સુરતઃ પુણાગામ યોગીચોક વિસ્તારમાં  સિટી બસમાં મહિલા કંડક્ટરે મુસાફરોને ટિકીટ નહીં આપતા મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો. ઉત્રાણ સ્ટેશન તરફ જતી રૂટ નં 410ની સિટી બસને યોગીચોકથી આગળ સાવલિયા સર્કલ પાસે અટકાવી દેવાઇ હતી. મુસાફરો મહિલા કંડક્ટર પાસે ટિકિટ માંગી હોબાળો મચાવતાં પોલીસ પણ દોડતી થઇ હતી. આખરે મહિલા કંડક્ટરે માફી માંગતા મામલો થાળે પડ્યો હોવાની માહિતી સાંપડી છે.

સામાન્ય સભામાં આ મુદ્દે માહોલ ગરમાયો
છેલ્લા ઘણા સમયથી શહેરમાં દોડતી સિટી બસમાં મુસાફરોને ટિકીટ નહીં આપી કંડક્ટર દ્વારા પૈસા ખિસ્સામાં નાંખવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતી. તાજેતરમાં મળેલી મનપાની સામાન્ય સભામાં પણ આ મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા હતા. તેમ છતાં હજુ સુધી કંડક્ટરો સુધારવાનું નામ લેતા નથી. પાલિકાની એજન્સી સામે કડક કાર્યવાહીને બદલે ઢીલી કામગીરીથી કંડકટરો બેફામ બન્યા છે.

જવાબદાર એજન્સી સામે પગલાં લેવાશે
આ અંગે મનપાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર અને સિટી બસનો કારભાર સંભાળનાર કમલેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ અમને મળી છે. જેની તપાસ કરીને જવાબદાર એજન્સી સામે પગલા લેવામાં આવશે. આવી લાલીયાવાડી ક્યારેય ચલાવી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો