હાર્દિક પરના હુમલાને અલ્પેશ કથિરીયાએ અંદરો અંદરનો જૂથવાદ ગણાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
  • 2 જુલાઈના રોજ કોર્ટ અલ્પેશની વધુ સુનાવણી કરશે
  • તક્ષશિલા મામલે અલ્પેશે કહ્યું પોલીસ તપાસ કરશે

સુરતઃરાજદ્રોહ કેસમાં જામીન પર છૂટ્યા બાદ પોલીસ સાથે અભદ્ર વર્તન કરતાં અલ્પેશને ફરી લાજપોર જેલમાં મોકલી અપાયો છે ત્યારે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ પરિસરમાં અલ્પેશ કથિરીયાએ હાર્દિક પરના હુમલા અંગે કહ્યું હતું કે અંદરો અંદરના જૂથવાદના કારણે હુમલો થઈ શક્યો હોય તેવું નિવેદન આપવાની સાથે તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે અલ્પેશે ઉમેર્યું કે, પોલીસ તપાસ કરશે. કોર્ટમાંથી આગામી સુનાવણી 2 જુલાઈ પર રાખતા અલ્પેશને ફરી લાજપોર જેલમાં મોકલી દેવાયો હતો.