તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરી પ્રેમ, ત્રણ દીકરા બાદ દીકરી જન્મની આશા હતી, ચોથા દીકરાનો જન્મ થતા ત્યજી દીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવજાત પુત્રને ઝાડીમાં તરછોડી દેનારા માતા-પિતાની ધરપકડ કરાઈ - Divya Bhaskar
નવજાત પુત્રને ઝાડીમાં તરછોડી દેનારા માતા-પિતાની ધરપકડ કરાઈ
  • સિંગણપોરના વણઝારા વાસ નજીક ઝાડીમાંથી નવજાત મળી આવ્યું હતું
  • દંપતીની કબૂલાતઃ ત્રણ સંતાનમાં ત્રણેય પુત્ર છે અને પુત્રીની આશા હતી

સુરતઃ નવજાત દીકરીને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન સુરતમાં નવજાત દીકરાને તરછોડી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જોકે, આ કિસ્સામાં પણ ભલભલાને વિચારતા કરી દે તેવો વળાંક આવ્યો છે. દીકરી જન્મની આશા વચ્ચે દીકરાનો જન્મ થતા કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં ત્યજી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નવજાત દીકરાને ત્યજી દેનારા માતા-પિતાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 

નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું
કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં ગત 6 ડિસેમ્બરના રોજ એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. જેને તાપીના પાળે બેસવા ગયેલા યુવાનો પૈકી જેસીબીના ઓપરેટર અને મેનેજમેન્ટનું કામ કરતાં અજય વણઝારા નામના યુવાને શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. ત્યાર બાદ આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને ત્યજી દેનારા માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.
 

અજય વણઝારાએ બાળકને બચાવ્યો હતો
કડકડતી ઠંડીમાં બાળકને કોઈ મરવા માટે ઝાડીમાં છોડી ગયા હોય તેમ અજયને લાગતાં એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર અજયે પોતાના શરીર પર રહેલો શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. બાદમાં અજય બાળકને પાળા પર લઈને આવી ગયો હતો. આ દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી.સાથે જ 108 એમ્બ્યુલન્સ પણ આવી જતાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ બાળકને જન્મ બાદ ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી.
 

માતા-પિતાએ કબૂલાત કરી
પોલીસ તપાસમાં આ બાળક વણઝારા વાસમાં જ રહેતા ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને  ગંગાબેન મંગુભાઇ વણઝારાનું હોવાની વિગત સામે આવતા પોલીસે આ દંપતીની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી.  આ દંપતીએ કબૂલાત કરી હતી કે, લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય પુત્ર છે. પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ બાળક જન્મ થતાં માસૂમને ત્યજી દીધું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો