તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકો છેતરાય નહીં તે માટે આરટીઓ દ્વારા તમામ પીયુસી સેન્ટર ઓનલાઈન કરવા આદેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત શહેરમાં 137 જેટલા પીયુસી સેન્ટર આવ્યા છે - Divya Bhaskar
સુરત શહેરમાં 137 જેટલા પીયુસી સેન્ટર આવ્યા છે
 • 5 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન પીયુસી કરવા આદેશ
 • વધારે પૈસા લેવતા હોવાની બુમરાણ વચ્ચે RTOનો નિર્ણય

સુરતઃકેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એક્ટના અમલીકરણ બાદ પીયુસી સેન્ટર પર વાહનોની લાઈનો લાગે છે. વધારે રૂપિયા લઈ પીયુસી કઢાતા હોવાની બુમરાણ વચ્ચે આરટીઓએ દ્વારા નવો આદેશ કરાયો છે. આરટીઓના ફરમાનના આધારે પીયુસી સેન્ટરો ઉપર આર્ટીઓની ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરટીઓ દ્વારા 5 ઓક્ટોબર સુધી પીયુસી ઓનલાઇન કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જો કોઈ પીયુસી સેન્ટર ઓનલાઇન નહીં થાય તો તેનું લાઇસન્સ રદ્દ કરવામાં આવશે એવું સુરત RTO ના ઇન્ચાર્જ અધિકારીએ ચાવડાએ જણાવ્યું હતું. 

25 પીયુસી સેન્ટરોના સંચાલકો દ્વારા હજુ કોઇ પ્રક્રિયા કરાઇ નથી
નવા મોટર વહીકલ એકટ બાદ વાહન ચાલકો પીયૂસી સેન્ટરોમાં લાંબી કતારમાં ઉભા રહેતા હતા. કેટલીક જગ્યા એ તો પીયુસીને વેપાર પણ બનાવી વધારે પૈસા લેવાતા હતા. જેથી કોઈ પણ પીયુસી સેન્ટર લોકોને છેતરે નહિ અને પીયુસી સેન્ટરના તમામ ડેટા RTO પાસે હોય જેથી ઓનલાઇન પીયુસી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં 137 જેટલા પીયુસી સેન્ટર  આવ્યા છે. જે પૈકી 37 ઓનલાઇન કરી દેવાયા છે અને 75 જેટલા સેન્ટરોઓની ઓનલાઇન માટે અરજી આવી છે.જો કે હજુ પણ 25 પીયુસી સેન્ટરોના સંચાલકો દ્વારા હજુ કોઇ પ્રક્રિયા કરાઇ નથી. 

ઓનલાઈન ન થાય તેને રદ્દ કરાશે
ડી કે ચાવડા (ઇન્ચાર્જ RTO) એ જણાવ્યું હતું કે, આવનારી 5 ઓકટોબર સુધીમાં જો કોઈ પીયુસી સેન્ટર ઓનલાઇન  પ્રક્રિયા નહીં કરાવે તો પીયુસી સેન્ટરને તાળુ મારી દેવાશે અને પીયુસી સેન્ટરનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો