તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 6 કલાક ઓપરેશન ચાલ્યું, લોહી ચઢાવ્યા વિના મહિલાના લીવરમાંથી 14 સેમીની ગાંઠ કઢાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીની મહિલાના લીવરના ભાગમાંથી ગાંઠ કાઢી નવું જીવન આપ્યું હતું. - Divya Bhaskar
નવસારીની મહિલાના લીવરના ભાગમાંથી ગાંઠ કાઢી નવું જીવન આપ્યું હતું.
  • છેલ્લા 6 માસથી મહિલા વજન ઘટવાની બીમારીથી પીડાતી હતી

સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં લીવરની ગાંઠનું જટિલ ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ નવસારીની 52 વર્ષીય મહિલા છેલ્લા 6 મહિનાથી પેટ દુખાવા, ઉલ્ટી અને વજન ઘટવાની સમસ્યાથી પીડાઈ રહી હતી. સ્મીમેર હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી અને સીટી સ્કેન કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે, મહિલાના લીવરના જમણા ભાગમાં 14 સેમી મોટી ગાંઠ હતી અને ઓપરેશન કરવું જ પડે એમ હતું.જોકે આવું ઓપરેશન સફળ બનાવવું અત્યંત અઘરું હોય છે. આ જટિલ ઓપરેશન માટે સર્જીકલ ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટ અને લીવર સર્જન ડો.દર્શન પટેલ અને ડો.જય ચોક્સીનો સંપર્ક કરી ઓપરેશન માટેની તૈયારીઓ કરવામાં આવી હતી.નક્કી તારીખે મહિલાનું 6 કલાક ઓપરેશન કરવામાં આવ્યું હતું.ઓપરેશન કરી આખી ગાંઠ કાઢવામાં આવી હતી. દર્દીને વધુ પડતું લોહી ચડાવ્યા વગર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...