તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનેડા દીકરીને મોકલવા ભેગા કરેલા 10 લાખ રૂપિયા ક્લિનિકમાંથી ચોરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્લિનિકનું શટર ઉંચું કરીને ચોરી કરતાં તસ્કરો સીસીટીવીમાં કેદ
  • મળસ્કે ચાર વાગ્યે બાઈક પર આવેલા બે તસ્કરોએ ચોરી કરી

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. સોમવારે મળસ્કે ચાર વાગ્યા આસપાસ તસ્કરોએ બે ક્લિનિકને નીશાને લીધા હતાં. જેમાંથી એક ક્લિનિકમાં તબીબે કેનેડા દીકરીને રૂપિયા મોકલવા ભેગા કરેલા રૂપિયા 10 લાખની ચોરી કરીને તસ્કરો નાસી ગયાં હતાં. હાલ સમગ્ર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

દીકરી માટે રૂપિયા એકઠાં કર્યાં હતા
સરથાણાના સ્વામિનારાયણ નગરમાં આવેલા શ્રીજી અને રીધમ ક્લિનિકને તસ્કરોએ નીશાને લીધા હતાં. જેમાં શ્રીજી ક્લિનિકમાં ડો. કિર્તીકુમાર પટેલે પોતાની દીકરીને કેનડા રૂપિયા મોકલવા માટે 10 લાખ રૂપિયા એકઠાં કર્યાં હતાં. આ રૂપિયાની તસ્કરોએ ચોરી કરી હતી.

તસ્કરો સીસીટીવીમાં કેદ
સવારે સવા ચાર વાગ્યા આસપાસ બાઈક પર આવેલા તસ્કરોએ શેરીમાં બાઈક પાર્ક કર્યા બાદ ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં.સ્પોર્ટસ શૂઝમાં સજ્જ તસ્કરોએ ચહેરાની ઓળખ ન થાય માટે ચહેરા પર રૂમાલની બુકાની બાંધી હતી. તસ્કરોએ શટરને વચ્ચેથી ખેંચીને જગ્યા કરી હતી. બાદમાં પેશીયા જેવા સાધનથી વધારે જગ્યા કરીને ક્લિનિકમાં પ્રવેશ્યાં હતાં. 

જાણભેદુ હોવાની આશંકા
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તબીબ દ્વારા રૂપિયા મોકલવા માટે ભેગા કરવામાં આવ્યાં હોય તેમ કોઈએ ટીપ્સ આપી હોય અને તસ્કરો ભૂલમાં અગાઉ રિધમ ક્લિનિકમાં ચોરી કરવા ગયા હોય શકે બાદમાં શ્રીજી ક્લિનિકમાં ચોરી થઈ હોય અથવા તો પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા બીજી ક્લિનિકમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોય શકે છે. સમગ્ર મુદ્દે હાલ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો