સુરત / જોળવા GIDC નજીક હોટલના માલિક પર ફાયરિંગ, નિર્દોષ કોલેજિયન યુવકનું મોત, 2ને ઈજા

મૃતક - રોશન રાઠોડ
મૃતક - રોશન રાઠોડ

  • પોલીસને બાતમી આપ્યાનો વહેમ રાખી મોડી રાત્રે બુટલેગરનો હુમલો 
  • હોટલ માલિકને અગાઉ ધમકી આપી હતી, 3 જણાંએ ફાયરિંગ કર્યું

Divyabhaskar.com

Oct 10, 2019, 02:48 AM IST

પલસાણાઃ પલસાણાના જોળવા ગામે આવેલી જીઆઇડીસીની સામે હોટલ માલિક અને તેના બનેવી પર બાઈક પર આવેલા 3 ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં હોટલ માલિક અને રાહદારી વિદ્યાર્થીને ગોળી વાગતા નિર્દોષ રાહદારી કોલેજીયનનું મોત થયું હતું. જ્યારે હોટલ માલિકને હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે તેમના બનેવીને લાકડાથી હુમલો કર્યો હોવાથી સારવાર હેઠળ છે. પલસાણાના જોળવા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી દર્શના જીઆઈડીસીની સામે મોહન પરિડા નામનો યુવક આરાધના કોમ્લેક્સમાં માં કૃપા હોટલ ચલાવે છે. જોળવા ગામનો બુટલેગર બન્નાને અગાઉ દારૂના કેસમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.

તમામ આરોપીઓ ફરાર
જે મોહન પરિડાએ પકડાવ્યો હોવાનો વહેમ રાખી બુધવારે સાંજે 7:30 વાગ્યે બન્નાએ અન્ય 2ને લઈ પલ્સર પર આવી મોહન પરિડા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં હોટલમાં હાજર મોહનનો બનેવી મિથુન પણ હાજર હોય તેને લાકડાથી માર માર્યો હતો, જ્યારે મોહન પર આડેધડ ફાયરિંગ કરતા હોટલ માલિકને જાંગ અને કમરના ભાગે ગોળી વાગી હતી, જ્યારે આ સમયે ત્યાંથી પસાર થતા રોશન જીતુ હળપતિ રહે. જોડવાને પણ ગોળી વાગતા મોત થયું હતું. બુટલેગર બન્ની અને 2 હેલ્મેટ ધારી 3 ઈસમો ભાગી ગયા હતા. મોહનને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે. જ્યારે મિથુન ચલથાણની હોસ્પિટલમાં છે.

કોલેજિયન યુવક જિમમાંથી પરત ફરતો હતો અને મોતને ભેટ્યો
ફાયરિંગમાં નિર્દોષ યુવક રોશન હળપતિનું મોત થયું છે. જે કોલેજના 2જા વર્ષમાં અભ્યાસ કરે છે. સાંજે જીમમાંથી પરત ઘરે ફરતો હતો, ત્યારે ફાયરિંગ થયું અને યુવકને ગોળી વાગી જતા મોત થયું હતું.

દુકાનદારોને ધમકી
જોળવા ખાતે મોટર સાયકલ પર આવેલા 3 ઈસમોએ ફાયરિંગ કર્યા બાદ આજુબાજુની દુકાનો બંધ કરવા દુકાનદારને ધમકાવી દુકાન બંધ કરવા જણાવ્યું હતું.

પોલીસ તૈનાત કરાઈ
જોળવામાં બનેલી ફાયરિંગની ઘટના બાદ એલસીબી અને એસઓજી સહિત સ્થાનિક પોલીસ ખડકી દેવામાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

પરિવારમાં માતમ છવાયો
મળતી માહિતી અનુસાર આ ઘટના જોલવા GIDC નજીક બન્યો હતો. મોપેડ પર આવેલા 4થી 5 જણાંએ રોશન પર ફાયરિંગ કર્યું હતું. જેમાંના બે જણાએ હેલ્મેટ પહેર્યાં હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જો કે, ફાયરિંગ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. રોશન કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો. ઉલ્લેખનીય છે કે, રોશનના પિતા સંચાના કારીગર છે. શ્રમજીવી પરિવારના દીકરાના મોતથી સમગ્ર માહોલ ગમગીન બન્યો હતો અને વાતાવરણમાં માતમ છવાઈ ગયો છે.

X
મૃતક - રોશન રાઠોડમૃતક - રોશન રાઠોડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી