ભાસ્કર ઇન્વેસ્ટિગેશન / મહિલા ASIની વિંગમાંથી મધરાત્રે 2.42 મિનિટે વાયુવેગે નીકળેલી શંકાસ્પદ કાર કોની?

વાયુવેગે નીકળેલી શંકાસ્પદ કાર કોની?
વાયુવેગે નીકળેલી શંકાસ્પદ કાર કોની?
Who is the suspected car coming out of the wing of the ASI Wing 2.42 minutes midnight?
Who is the suspected car coming out of the wing of the ASI Wing 2.42 minutes midnight?
બંને મૃતકની લાશ મળી હતી તે પોઝિશનની પ્રતિકાત્મક તસવીર
બંને મૃતકની લાશ મળી હતી તે પોઝિશનની પ્રતિકાત્મક તસવીર

 • FSL આવે તે પહેલા પોલીસે લાશ ખસેડી, ASI કુછડિયાની સર્વિસ પિસ્ટલ કબજે કરી’તી
 • મહિલા એએસઆઇ-કોન્સ્ટેબલના હત્યા અને આપઘાત પ્રકરણમાં અનેક શંકાસ્પદ મુદ્દાઓ ઉઠ્યા
 • ત્રીજી વ્યક્તિની ભુમિકા ખૂલે તેવી શંકા, બે નહીં ચાર રાઉન્ડ ફાયર થયાની લોકોમાં ચર્ચા
 • મહિલા ASI આંતરવસ્ત્ર પહેરેલી હાલતમાં હતા, સ્પર્મ સહિતનાં સેમ્પલો FSLમાં મોકલાયા

Divyabhaskar.com

Jul 13, 2019, 03:12 AM IST

રાજકોટ: શહેરભરમાં ચકચારી બનેલા મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની ગોળી ધરબાયેલી લાશ મળવાના ચકચારી પ્રકરણમાં નવો ફણંગો ફૂટ્યો હતો. ‘દિવ્ય ભાસ્કરે’ ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને જેના આધારે આ સમગ્ર ઘટનામાં ત્રીજી વ્યક્તિની ભૂમિકા ખૂલે તેવા મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા. બુધવારે રાત્રે 11.06 મિનિટે ઇ વિંગના પાર્કિંગમાં એક શંકાસ્પદ કાર પડી હતી તે વખતે રવિરાજસિંહની ક્રેટા કારની લાઇટ ચાલુ થાય છે, ક્રેટા કાર આગળ વધે છે અને આગળ પાર્ક કરાયેલી સસ્પેક્ટેડ કારને સમાંતર ઊભી રહે છે, ત્યારબાદ સસ્પેક્ટેડ કાર આગળ વધીને આવાસના ગેઇટની બહાર નીકળે છે અને તેની પાછળ જ ક્રેટા કાર પણ બહાર જાય છે.

કાર કોની હતી?
11.52 મિનિટ અને 21 સેકન્ડે સસ્પેક્ટેડ કાર ફરીથી આવાસમાં એન્ટર થાય છે, પાર્કિંગમાં જવાને બદલે ખુલ્લી જગ્યામાં પાર્ક થાય છે. 11.53 મિનિટ અને 8 સેકન્ડે ક્રેટા કાર એન્ટર થાય છે અને તે પણ પાર્કિંગને બદલે સસ્પેક્ટેડ કારની પાછળ જ પાર્ક કરી દેવામાં આવે છે. મધરાત્રે 2.42 મિનિટ અને 52 સેકન્ડે સસ્પેક્ટેડ કારનો ચાલક આવેછે અને ઇ વિંગને ફૂલસ્પિડમાં ચક્કર મારીને આવાસની બહાર જતી રહે છે. સમગ્ર મામલામાં એએસઆઇ ખુશ્બૂ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ભૂમિકા જ અત્યાર સુધી ચર્ચામાં હતી પરંતુ ઘટના રાત્રીના 2 થી 2.30 વચ્ચે બની છે અને સસ્પેક્ટેડ કારનો ચાલક 2.43 મિનિટે બહાર જાય છે અને તે જે રીતે વાયુવેગે કાર ચલાવીને જાય છે તે બાબત અનેક શંકાઓ ઉઠાવે છે. પોલીસે પણ આ ફૂટેજ કબજે કર્યા છે અને આ દિશામાં તપાસ કરવામાં આવે તો બંને પોલીસ કર્મચારીઓના મોત પાછળ ત્રીજી વ્યક્તિની ભૂંડી ભુમિકા બહાર આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

એબોર્શનના મુદ્દે પણ તપાસ
ખુશ્બૂના ઘરે કોન્સ્ટેબલ રવિરાજસિંહની અવરજવર સતત રહેતી હતી, ખુશ્બૂએ અગાઉ એબોર્શન કરાવ્યું હતું તે વાત પોલીસ કમિશનર સુધી પહોંચતા આ મુદ્દે પણ તપાસ શરૂ કરી હતી.

ASI કુછડિયા સામે તોળાતા પગલાં
ખુશ્બુના ઘરમાંથી સર્વિસ રિવોલ્વર ભૂલી જવાની ગંભીર ઘટનામાં એએસઆઈ કુછડિયા સામે પણ આકરા ખાતાકીય પગલાં તોળાઇ રહ્યાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

શંકાસ્પદ મુદ્દાઓ

 • ખુશ્બૂના ઘરમાંથી એએસઆઇ કુછડિયાની સર્વિસ પિસ્ટલ મળ્યાની કલાકો બાદ તેની જાહેરાત કરાઇ
 • કુછડિયાએ પોતાની સર્વિસ પિસ્ટલ શા માટે ખુશ્બૂના ઘરમાં રાખી?
 • ફાયર થયું તે હથિયાર ક્યું?, ખુશ્બૂનું કે કુછડિયાનું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
 • ખુશ્બૂ, રવિરાજસિંહ, કુછડિયા અને તેના પત્ની સાથે જમવા ગયા હતા તો થોડીવારમાં શું એવું તે શું બન્યું કે મામલો હત્યા આપઘાત સુધી પહોંચ્યો?
 • જમવા જતા પહેલા કુછડિયાએ પોતાની રિવોલ્વર ખુશ્બૂના ઘરમાં રાખી હતી કે જમીને આવ્યા બાદ?
 • જમીને ચારેય ખુશ્બૂના ઘરે ગયા હતા, રવિરાજસિંહ, કુછડિયા અને તેના પત્નીને મૂકવા પોતાની કારમાં ગયા તે વાત પુરવાર કરતા કોઇ સાક્ષી પોલીસને હજુ મળ્યા નથી.

અકસ્માતે જ મોત થયું હોવાનું ચોપડે નોંધાયું
પરિણીત કોન્સ્ટેબલ રવિરાજસિંહ અને અપરિણીત એએસઆઈ ખુશ્બૂના પ્રેમપ્રકરણમાં બંને હંમેશા માટે એક નહી થઇ શકે તે મુદ્દે બોલાચાલી થતાં મામલો હત્યા આપઘાત સુધી પહોંચ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલા આ કેસમાં પોલીસે હજુ સુધી અકસ્માતે મોત (એ.ડી.) જ નોંધ્યું છે ત્યારે તપાસને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઘટના સ્થળે પોલીસને બંનેની લાશ જોવા મળી હતી.

ખૂશબુનું માથું રવિરાજના ખોળામાં હતું
એએસઆઇ ખુશ્બૂ કાનાબારનું માથું કોન્સ્ટેબલ રવિરાજસિંહના ખોળામાં હતું અને રવિરાજસિંહનું માથું ખુશ્બૂના વાંસા તરફ ઢળેલું હતું, સ્થળ પર પહોંચેલી પોલીસે સૌપ્રથમ બંનેના મૃતદેહ ખસેડી જુદા જુદા રાખી દીધા હતા, એફએસએલ અધિકારી પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ અલગ અલગ હતા તેમજ મહિલા એએસઆઇ ખુશ્બૂની સર્વિસ પિસ્ટલ સ્થળ પરથી મળી હતી જેની એફએસએલ અધિકારીએ તપાસ કરી હતી.

પરિવારે આખરે લાશ સ્વીકારી
પોલીસ તપાસ દરમિયાન નવો ધડાકો થયો હતો. ઘટના જ્યાં બની તે ખુશ્બૂ કાનાબારના ઘરમાંથી તેના સાથી એએસઆઇ વિવેક કુછડિયાની સર્વિસ પિસ્ટલ પણ હાથ આવી હતી અને તે પોલીસે જપ્ત કરી હતી, જો કે, ગુરૂવારે સ્થળ પર પહોંચેલા એફએસએલ અધિકારીને કુછડિયાની રિવોલ્વર નજરે પડી નહોતી, તપાસનીશ અધિકારી પીઆઇ વણજારાએ જણાવ્યું હતું કે, જે તે સમયે જ પોલીસે પંચનામું કરી એએસઆઇ કુછડિયાની પિસ્ટલ જપ્ત કરી હતી, સામાન્ય કેસમાં એફએસએલ પહોંચે ત્યારબાદ જ પોલીસ મૃતદેહને હટાવવા કે અન્ય હથિયારને હાથ અડાવવાની કામગીરી કરતી હોય છે. પોલીસે સ્પર્મ સહિતના સેમ્પલો એફએસએલમાં મોકલ્યા હતા. ખુશ્બૂની હત્યા થયાનો આક્ષેપ કરી તેના પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરતાં પોલીસ કમિશનરે તટસ્થ તપાસની ખાતરી આપતા લાશ સ્વીકારી હતી.

X
વાયુવેગે નીકળેલી શંકાસ્પદ કાર કોની?વાયુવેગે નીકળેલી શંકાસ્પદ કાર કોની?
Who is the suspected car coming out of the wing of the ASI Wing 2.42 minutes midnight?
Who is the suspected car coming out of the wing of the ASI Wing 2.42 minutes midnight?
બંને મૃતકની લાશ મળી હતી તે પોઝિશનની પ્રતિકાત્મક તસવીરબંને મૃતકની લાશ મળી હતી તે પોઝિશનની પ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી