સુરત / ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ પર પહોંચી, ઈનફ્લો 67060 ક્યુસેકની સામે આઉટફ્લો 23800 ક્યુસેક

ઉકાઈ ડેમના ઈનફ્લોની સામે આઉટફ્લો પણ ક્રમશઃ ઘટાડામાં આવી રહ્યો છે
ઉકાઈ ડેમના ઈનફ્લોની સામે આઉટફ્લો પણ ક્રમશઃ ઘટાડામાં આવી રહ્યો છે

  • દરિયામાં મોટી ભરતી વચ્ચે પાણી છોડવાનું ચાલુ રખાય તો તાપી નદી છલોછલ થઇ જાય
  • રૂલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા જેટલું પાણી આવશે તેટલું છોડવાનો નિર્ણય લેવાયો

Divyabhaskar.com

Aug 15, 2019, 02:22 PM IST

સુરતઃ ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ 335 ફૂટ પહોંચતા હવે ડેમમાં ઈનફ્લો 67060ની સામે આઉટફ્લો 23800 કરી દેવામાં આવ્યો છે. વિતેલા 24 કલાકમાં ડેમની સપાટીમાં દોઢ ફૂટનો ઘટાડો થયો છે. જોકે, ઈનફ્લો ઘટના આઉટફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો છે.

કેચમેન્ટમાં વરસાદ બંધ

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે. ઉપરવાસના હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી દઇને 29,000 કયુસેક કરી દેવાયુ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 335 પર છે. ગત રોજથી સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો. જેથી ઈનફ્લોની સામે આઉટફ્લો પણ ક્રમશઃ ઘટાડામાં આવી રહ્યો છે. હવે રૂલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા ડેમમાં જેટલું પાણી આવશે તેટલું છોડી દેવાનો નિર્ણય લેવાયો છે.

પાણી છોડવાનું ઘટાડી દેવાયું

ઉકાઈ ડેમની સપાટી ઘટીને 335 ફૂટ નોંધાઇ છે. વધુમાં આજે પુનમ હોવાથી દરિયામાં મોટી ભરતી વચ્ચે પાણી છોડવાનું ચાલુ રખાય તો તાપી નદી છલોછલ થઇ જાય તેમ હોવાથી મોડીરાતથી જ પાણી છોડવાનું ઘટાડી દેવાયું હતું.

X
ઉકાઈ ડેમના ઈનફ્લોની સામે આઉટફ્લો પણ ક્રમશઃ ઘટાડામાં આવી રહ્યો છેઉકાઈ ડેમના ઈનફ્લોની સામે આઉટફ્લો પણ ક્રમશઃ ઘટાડામાં આવી રહ્યો છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી