સુરત / ડિંડોલીમાં હેલમેટ વિનાના બાઈકચાલકે પોલીસનો કોલર પકડી લઈ બબાલ કરી

  • પોલીસે બાઇકરની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો 

Divyabhaskar.com

Nov 11, 2019, 03:44 PM IST
સુરત: ટ્રાફિક બ્રાંચના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ રાજાભાઈ રવિવારે સવારે ડિંડોલીમાં સાંઈ પોઇન્ટ પાસે ટ્રાફિકની ફરજ પર હતા. તે સમયે એક બાઇક સવારે યુવક હેલમેટ વગર આવતા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈએ તેને આંતર્યો હતો. ત્યારે બાઇકરે ખીમાભાઈને કહ્યું કે તમે તમામને નથી પકડતા મને એકલાને જ કેમ પકડ્યો.ત્યારબાદ બાઇકરે મોબાઇલ ફોનથી પોલીસ અને અન્ય વાહનચાલકોનું શુટિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. સાથે પોલીસ સાથે ઝઘડો કરીને ખીમાભાઈનું કોલર પકડી લીધું હતું. ત્યાર બાદ ડિંડોલી પોલીસ આવીને બાઇકરને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બાઇકરનું નામ મનસુખ માધાભાઈ વાળા(રહે. અંજની દર્શન સોસા.,સણીયા) છે. હેડ કો.ખીમાભાઈએ મનસુખ વિરુદ્ધ ડિંડોલીમાં સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી