ચુકાદાનો સ્વીકાર / સુરતની એકતાને સલામ, અયોધ્યા ચુકાદા બાદ શહેરમાં સૌહાર્દનું વાતાવરણ અકબંધ

સર્વધર્મ સમભાવને રજૂ કરતી એક ઉત્તમ તસવીર
સર્વધર્મ સમભાવને રજૂ કરતી એક ઉત્તમ તસવીર
રિંગ રોડ હનુમાન મંદિરે ફટાકડા ફોડી આવકાર
રિંગ રોડ હનુમાન મંદિરે ફટાકડા ફોડી આવકાર
ભાગળ પર પોલીસ બંદોબસ્ત
ભાગળ પર પોલીસ બંદોબસ્ત
ભટારમાં કેક કટિંગ કાર્યક્રમને પોલીસે અટકાવ્યો
ભટારમાં કેક કટિંગ કાર્યક્રમને પોલીસે અટકાવ્યો

  • સતર્કતા: પોલીસ દિવસભર ખડે પગે રહી, મુખ્ય બજારો-વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો
  • શહેરના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનોએ શહેરની એકતા જાળવી ચુકાદાને વધાવી લીધો
  • ચુકાદાને મુસ્લિમોએ વધાવ્યો છે. જૂના પ્રશ્નનો સુખદ અંત આવ્યો એ ઘણું- મજીદ કુરેશી
  • વર્ષો જૂનો વિવાદ ઉકેલાયો છે, ચુકાદો ઐતિહાસિક છે. બંને પક્ષ સંતુષ્ઠ છે- રમેશ શર્મા

Divyabhaskar.com

Nov 10, 2019, 04:52 AM IST

સુરત: સુપ્રીમ કોર્ટે આપેલા રામમંદિર અંગેના ચુકાદા બાદ શહેરમાં શાંતિનો માહોલ સર્જાયો હતો અને તમામ સમાજના આગેવાનોએ ચુકાદાને આવકાર્યો હતો. અયોધ્યામાં રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાની પૂર્વ સંધ્યાએ પણ શહેરની શાંતિસમિતિના અગ્રણીઓ સ્વામી અંબરીષાનંદ અને કદીર પીરજાદા સહિત સૌએ શાંતિ અને ભાઈચારાનો માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી. તેની સાથે ભારતીય ગૌરક્ષા મંચ જેવી સામાજિક સંસ્થાએ પણ લિંબાયતમાં હસ્તાક્ષર અભિયાન સાથે કોમીએકતા જાળવવા અભિયાન હાથ ધર્યું હતું અને ચુકાદા બાદ શહેરના વાતાવરણમાં શાંતિ જળવાયેલી રહી હતી. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર 'ના હિન્દુ જીતા, ના મુસલમાન' જેવા કોમીએકતાના અનેક સંદેશા વહેતા થયા હતા.

ચુકાદો ઉત્તમ છે
સુપ્રીમ કોર્ટે રામમંદિર અંગે આપેલો ચુકાદો ઉત્તમ છે. જેમાં બંને પક્ષનું ધ્યાન રખાયું છે. આ માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે તમામને અભિનંદન આપવા જોઈએ. 40 દિવસમાં સૌને સાંભળીને સૌને સ્વીકાર્ય ઉકેલ આપ્યો છે. આ ચુકાદાને અમે વધાવીએ છીએ-સ્વામી અંબરીષાનંદ

ચુકાદો સર્વગ્રાહી રાખવો
અયોધ્યા મુદે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે દરેકે સર્વગ્રાહી રાખવો જોઈએ. એકતા અકબંધ રાખી આપણે દેશનું સન્માન કર્યું છે. હિંદુ મહાસભા શાંતિ, એકતા અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખશે. હિંદુ એ કોઈ ધર્મ નથી, પરંતુ સંસ્કૃતિ છે- એચ.ટી.પટેલ, હિંદુ મહાસભા

દેશ-સમાજના હિતમાં
સુપ્રીમ કોર્ટે રામમંદિર અંગે જે ચુકાદો આપ્યો છે તે દેશ અને સમાજના હિતમાં આપ્યો છે. સૌએ તેને વધાવ્યો છે. આટલા મોટા દેશમાં વિવિધતામાં એકતા છે. અમારી એટલી જ અપીલ છે કે શહેરમાં એકતા અને પ્રેમ જળવાઈ રહે અને દેશમાં ભાઇચારો વધે- કદીર પીરજાદા, પૂર્વ મેયર

તમામને ન્યાય મળ્યો
અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામને ન્યાય મળે તે રીતે ચુકાદો આપ્યો છે. આટલો મોટો ચુકાદો આપ્યા પછી પણ શહેરમાં અને દેશમાં શાંતિ છે તેની ખુશી છે. આપણે બધા મળી સમજીને રહીએ તેમાં જ સૌની ભલાઈ છે. ચુકાદાથી ભાઇચારાની ભાવના વિકસી છે- જોગીન્દરસિંઘ વાઢવા, શીખ સમાજ

ચુકાદો સરાહનીય
વર્ષોથી આ વિવાદ ચાલતો રહ્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે આપેલો આ ચૂકાદો આવકાર્ય રહ્યો છે. ખુબજ ઝીણવટભરી રીતે અવલોકન કરી પાંચ જજોની બેંચે ચૂકાદો આપ્યો છે તે સરાહનિય છે. વર્ષોથી રાહ જોતાં લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે- ડો.જગદીશ પટેલ, મેયર

સાથે મળી ઉજવણી કરી
ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા શહેરમાં કોમી એખલાસ સાથે સુપ્રીમના ચુકાદાને આવકાર્યો હતો. આ પ્રસંગે 50 જેટલાં લોકો એકત્ર થયા હતા. જેમાં 13 મુસ્લિમ હતા. તમામને પેંડા ખવડાવી ચુકાદાને આવકાર્યો હતો. તેમજ એકતા જાળવવા સંકલ્પ કરાયો હતો- ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ

X
સર્વધર્મ સમભાવને રજૂ કરતી એક ઉત્તમ તસવીરસર્વધર્મ સમભાવને રજૂ કરતી એક ઉત્તમ તસવીર
રિંગ રોડ હનુમાન મંદિરે ફટાકડા ફોડી આવકારરિંગ રોડ હનુમાન મંદિરે ફટાકડા ફોડી આવકાર
ભાગળ પર પોલીસ બંદોબસ્તભાગળ પર પોલીસ બંદોબસ્ત
ભટારમાં કેક કટિંગ કાર્યક્રમને પોલીસે અટકાવ્યોભટારમાં કેક કટિંગ કાર્યક્રમને પોલીસે અટકાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી