ડાંગ / ગર્ભમાં બાળક ઊંધુ ફરી જતાં 108માં જ પ્રસૂતાની સફળ ડિલિવરી કરાવાઇ

મહિલા અને બાળકીની હાલત સામાન્ય
મહિલા અને બાળકીની હાલત સામાન્ય

  • સુબીર સીએચસીમાંથી આહવા સિવિલમાં રિફર કરવા જણાવાયું હતું

Divyabhaskar.com

Oct 11, 2019, 10:51 AM IST

સુરતઃ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા લહાનઝાડદર ગામની મહિલાની જોખમી ડિલિવરી 108ની ટીમે સફળતાપૂર્વક કરી માતા અને બાળકીને નવજીવન બક્ષ્યું હતું. 108ના કર્મીઓની કામગીરીને લોકો સહિત અધિકારીઓએ બિરદાવી હતી.

બાળકને જોખમ ઉભુ થવાની સ્થિતિનું નિર્માણ થયું હતું

સુબીર તાલુકાના લહાનઝાડદર ગામની માલતી કમલેશભાઈ ચૌર્યાને પ્રસુતિની પીડા ઉપડતા સુબીર સીએચસીમાં દાખલ કરાઈ હતી. જ્યાં ડોકટરોએ ચેકઅપ કરતા આ મહિલાના ગર્ભમાં બાળક ફરી ગયું હતું અને પ્રસુતિ વખતે બાળકને જોખમ ઉભુ થવાની સ્થિતિનું નિર્માણ થતા ડોકટરોની ટીમે 108 એમ્બ્યુલન્સને કોલ કરતા સુબીર 108ની ટીમ પહોંચી ગઈ હતી. જ્યાંથી સુબીર 108 એમ્બ્યુલન્સમાં આ મહિલાને આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

બાળકી અને માતાને નવજીવન બક્ષ્યું

આ મહિલાને માર્ગમાં જ પ્રસુતિનો અસહ્ય દુ:ખાવો ઉપડતા સુબીર 108 એમ્બ્યુલન્સકર્મીઓમાં કપિલ બાગુલ અને રોહિત ચૌધરીને માર્ગમાં જ એમ્બ્યુલન્સ ઉભી રાખી ડિલિવરી કરવાની ફરજ ઉભી થઈ હતી. અહીં ફેશ પ્રેસન્ટેશન, ગર્ભમાં રહેલ બાળક ડિપ્રેશનમાં જેવી કપરી પરિસ્થિતિ હોવા છતાં હિંમત હાર્યા વગર સુબીરની 108ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી બાળકી અને માતાને નવજીવન બક્ષ્યું હતું. સુબીર 108 સફળ કામગીરી બદલ મહિલાના પરિવાર સહિત ડાંગ 108 ઈમરજન્સી સેવાના સુપરવાઈઝર મનોજ વિશ્વકર્માએ આ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી.

X
મહિલા અને બાળકીની હાલત સામાન્યમહિલા અને બાળકીની હાલત સામાન્ય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી