સુરત / લવ તાપી કેર અભિયાન અંતર્ગત તાપીની સફાઈ કરી 1300 વૃક્ષો વવાયા

ઝાડ વાવીને લોકોએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતાં.
ઝાડ વાવીને લોકોએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતાં.

  • લોકોએ પર્યાવરણ જાળવણીના શપથ લેવાયા
  • વેડ-વરિયાવ બ્રીજ પાસે તાપી કિનારે કાર્યક્રમ 

Divyabhaskar.com

Jul 14, 2019, 06:37 PM IST

સુરતઃલવ તાપી કેર તાપી અભ્યાન અંતર્ગત બીએનઆઈ ગ્રુપ પરિવાર અને લવ તાપી કેર તાપીની ટીમે વેડ- ડભોલી બ્રીજ તાપી નદી કાંઠે 1300 વૃક્ષો રોપ્યા હતા અને એનાં સંવર્ધનની જવાબદારી લીધી હતી. આ વૃક્ષારોપણ પહેલાં રવિવારે સવારે ઓવારા પર સફાઈ કરવામાં આવી હતી. લવ તાપી,કેર તાપીના ડૉ.દીપ્તી પટેલ અને તેમની ટીમ હાજર રહી હતી. આ સમગ્ર કાર્યક્રમની સાથે બીએનઆઈ ગ્રુપ સુરતે ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.સીએ ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે અમે રોપેલાં તમામ વૃક્ષોની જવાબદારી અમે લઇ રહ્યાં છીએ અને એમને પાણી પીવડાવાથી માંડીને એમનાં સંવર્ધનનું ધ્યાન અમે રાખીશું. આ સમગ્ર કાર્યક્રમ બાદ સૌએ પર્યાવરણ અને તાપી નદીની જાણવણી માટે સપથ લીધી હતી.

X
ઝાડ વાવીને લોકોએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતાં.ઝાડ વાવીને લોકોએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતાં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી