સુરત / કૃત્રિમ તળાવમાં 54 હજાર મૂર્તિઓનું વિસર્જન, બાળક સહિત બે વ્યક્તિ ડૂબ્યા

ભાગળમાં મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળી

 • શહેરમાં 21 જેટલા કૃત્રિમ તળાવમાં વિસર્જન હાથ ધરાયું
 • રૂટ પ્રમાણે વિસર્જન માટે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે
 • ભાગળમાં મોટી મૂર્તિને લઈને પોલીસ સાથે બોલાચાલી

Divyabhaskar.com

Sep 13, 2019, 08:58 AM IST

સુરતઃ આજે ગણેશ વિસર્જનના દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના પગલે ગણેશ વિસર્જનમાં વિલંબ થયો હતો. જોકે, બપોર બાદ વરસાદે વિરામ લેતા અત્યાર સુધીમાં કૃત્રિમ તળાવમાં નાની-મોટી 54 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનને લઈને ઓવરા અને રસ્તા પર 8899 પોલીસ 5ર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન ભાગળ ચાર રસ્તા ઉપર મોટી પ્રતિમાને લઈ આયોજકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો. વિસર્જન દરમિયાન ખરવાસા ગામના તળાવમાં એક યુવાન ડૂબ્યો છે. જેની દુભાલ અને ડીંડોલી ફાયરના જવાનો શોધી રહ્યા છે. તેમજ વિસર્જનમાં ગયેલા પિતા-પુત્ર ખાડી પુલ ઉપર લપસીને તળાવ તરફ ખેંચાયા હતા. પરંતુ લોકોએ પિતાને પકડી લેતાં તેનો બચાવ થયો હતો જ્યારે તેમનો 8-9 વર્ષનો છોકરો તળાવના પાણીમાં ગુમ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

મોટી મૂર્તિઓનું ઓવારા અને દરિયામાં વિસર્જન

મોટી મૂર્તિઓ ડુમસના કાદી ઓવારા, મોટી બજાર નાવિક કલબ ઓવારા તેમજ ભીમપોરના બસ સ્ટેન્ડ પાસેના ઓવારા અને હજીરાના ઓવારા પર વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોને રૂટ પ્રમાણે વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે સચીન અને સચીન જીઆઈડીસી વિસ્તારની મૂર્તિઓ નવસારી મિઢોળા નદીમાં વિસર્જન કરવામાં આવી રહી છે. જેમાં નવસારી પોલીસની સાથે સુરત પોલીસ પણ તૈનાત રહી છે. શહેરમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં 54 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા

શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી. જેના પગલે રિંગરોડ સહિતના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે સમયાંતરે ટ્રાફિક રાબેતા મુજબ કરવામાં આવતો હતો.

મૂર્તિઓનો સંગ્રહ કરતા ભક્તોમાં રોષ

ડિંડોલીના કૃત્રિમ તળાવમાં નાની પ્રતિમાઓનો પણ પાલિકાના ડમ્પરમાં સંગ્રહ કરાતા ભક્તોમાં રોષ ફેલાયો હતો. અને વિવાદ બાદ પાલિકા અધિકારીઓ સહિત ડિંડોલી પીઆઈ દોડી આવ્યા હતા. અને ક્રેન બોલાવી વિસર્જન કામગીરી હાથ ધરાતા માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.

મોટી મૂર્તિઓના વિસર્જન માટે રાત્રે જ નીકળી ગયા

ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા પહેલાં જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જેમાં આયોજકો દ્વારા વિસર્જન માટેની પરમિશન લીધી હતી. જેને પગલે મોટા મૂર્તિઓ લઈને આયોજકો રાત્રે જ નીકળી ગયા હતા. અને પોલીસે આપેલી પરમિશન પ્રમાણે ફાળવવામાં આવેલા ઓવારા પર પહોંચી વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

ગણેશ વિસર્જને લઈને રૂટની વિગતો
બંધ કરેલા માર્ગો

 • દિલ્હીગેટથી ચોકબજાર સુધી બંને સાઈડ આવવા જવાનો રસ્તો વાહનો માટે બંધ
 • વાય જંકશનથી ડુમસ તરફ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો બંધ રહેશે
 • વેસુ ચાર રસ્તાથી વાય જંકશન સુધીનો માર્ગ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો માટે બંધ
 • ડુમસ લંગરથી મોટી બજાર ઓવારા જવાનો રસ્તો વાહનો માટે બંધ રહેશે
 • હજીરા ONGC સર્કલ તરફથી સચીન જતા એરપોર્ટ જતા વાહનો સિવાયના વાહનો એસ.કે.નગર બ્રીજ બન્ને સાઇડના એપરોચ રોડથી જઈ શકશે નહીં

વૈકલ્પિક માર્ગો

 • દિલ્હીગેટ ચાર રસ્તાથી લીનીયર બસ સ્ટેન્ડ, રિંગરોડ થઈ જશે. ચૌટાબજારનો ઉપયોગ કરી શકાશે.
 • વાય જંકશનથી ઉધના મગદલ્લા રોડ થઈ શહેરમાં જઈ શકશે.
 • વેસુ વીઆઇપી રોડથી થઈને આભવા તરફ જઈ શકશે
 • વિસર્જન બાદ ખાલી વાહનો લંગર થઈ સુરત ડુમસ રોડ ઉપર જઈ શકશે.
 • હજીરા ONGC તરફથી સચીન તરફ તથા સચીનથી ઓએનજીસી સર્કલ હજીરા તરફ જતા વાહનો અને સચીનથી ઓએનજીસી હજારા તરફ જતા વાહનો એસ.કે.નગર બીજ ઉપરથી જઈ શકશે.
X
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી