ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, વ્યારા-માંડવી-પલસાણામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી લતા વાહનચાલકોને હાલાકી
નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી લતા વાહનચાલકોને હાલાકી

  • નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા
  • દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે

Divyabhaskar.com

Sep 13, 2019, 11:31 AM IST

સુરતઃ છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા બેટીંગ કરી રહ્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં સૌથી વધુ વરસાદ વ્યારા, માંડવી અને પલસાણામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

10 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા, સુરત જિલ્લાના માંડવી અને પલસાણામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી અને ડાંગ જિલ્લાના વઘઈમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 10 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.

દક્ષિણ ગુજરાતના વરસાદની આંકડાકિય માહિતી(એમ.એમ.)

તાપી જિલ્લામાં વરસાદ

નીઝર 22
સોનગઢ 42
ઉચ્છલ 00
વાલોડ 64
વ્યારા 112
ડોલવણ 49
કુકરમુંડા 00

સુરત જિલ્લામાં વરસાદ

બારડોલી 51
ચોર્યાસી 88
કામરેજ 08
મહુવા 46
માંગરોળ 33
ઓલપાડ 04
પલસાણા 94
સુરત સિટી 63
ઉમરપાડા 8
માંડવી 109

નવસારી જિલ્લામાં વરસાદ

ચીખલી 49
ગણદેવી 33
જલાલપોર 54
ખેરગામ 40
નવસારી 65
વાંસદા 58
ધરમપુર 5
કપરાડા 9
પારડી 4
ઉમરગામ 1
વલસાડ 18
વાપી 5

ડાંગ જિલ્લામાં વરસાદ

આહવા 64
સુબીર 58
વઘઈ 88
સાપુતારા 56

X
નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી લતા વાહનચાલકોને હાલાકીનીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી લતા વાહનચાલકોને હાલાકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી