સુરત / શોપિંગ મોલ,કોમર્શિયલ કોમ્પલેક્સ બાદ ફાયર વિભાગે ટેક્સટાઈલ માર્કેટની 700 દુકાનો સીલ કરી

ફાયરબ્રિગેડ દ્વારા રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ફાયરસેફ્ટીના સાધનોના અભાવે દુકાનો સીલ કરાઈ હતી.

  • રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટમાં ફાયરબ્રિગેડની કાર્યવાહી
  • નોટીસ અપાયા બાદ પણ ફાયરસેફ્ટી મુકાઈ નહોતી

Divyabhaskar.com

Sep 14, 2019, 01:01 PM IST

સુરતઃનવા મ્યૂનિસિપલ કમિશનરના ચાર્જ સંભાળ્યા બાદ ફરી એક્ટિવ મોડમાં આવેલા ફાયરબ્રિગેડ દ્વારા શહેરમાં કોમર્શિયલ અને શોપિંગ મોલને સીલ કર્યા બાદ આજે રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટને નીશાને લીધી હતી. ત્રણેક ટેક્સટાઈલ માર્કેટની અંદાજે 700 જેટલી દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ તમામ માર્કેટમાં વારંવાર નોટિસ અપાયા બાદ પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ન આવતાં તંત્રએ લાલ આંખ કરી હતી.

વહેલી સવારે કામગીરી કરાઈ

સુરત ફાયર વિભાગની દ્વારા કડક કાર્યવાહી કરતાં વહેલી સવારે રિંગરોડ ખાતે આવેલ રૂષભ, શંકર ટેક્સટાઈલ માર્કેટ, રોહિત ટેક્સટાઈલ માર્કેટ અને લક્ષ્મી માર્કેટ સહિતની માર્કેટની 700 દુકાનો સીલ કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના અભાવે આ કામગીરી કરવામાં આવી હતી. વહેલી સવારે વેપારીઓ દુકાનો ખોલે તે અગાઉ જ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી