સુરત / લિંબાયતમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો

ઘટનાની જાણ થતા પોલીસ હાઈસ્કૂલ ખાતે પહોંચી
ઘટનાની જાણ થતા પોલીસ હાઈસ્કૂલ ખાતે પહોંચી

  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી વચ્ચે ઝઘડો
  • ધોરણ 12ના વિદ્યાર્થીના પગમાં ચપ્પુ માર્યુ

Divyabhaskar.com

Jul 13, 2019, 05:50 PM IST

સુરતઃ લિંબાયત વિસ્તારમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે કંઈક બાબતે ઝઘડો ચાલતો હતો. દરમિયાન આજે એક વિદ્યાર્થીએ ધોરણ-12ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જેમાં ધોરણ-12ના વિદ્યાર્થીને પગમાં ચપ્પુનો ઘા મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં ધોરણ-10ના વિદ્યાર્થીએ સ્કૂલ છુટ્યા બાદ ધોરણ-12ના અજય સુરેશ પાટીલ નામના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.જેમાં અજયના પગ પર ચપ્પુનો ઘા મારતા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

X
ઘટનાની જાણ થતા પોલીસ હાઈસ્કૂલ ખાતે પહોંચીઘટનાની જાણ થતા પોલીસ હાઈસ્કૂલ ખાતે પહોંચી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી