સુરત / વરાછાના અશ્વિનીકુમાર રોડ પર ડ્રેનજ લાઈનમાંથી કલરયુક્ત પાણી નીકળ્યું

  • પાલિકા કે પોલ્યુશન બોર્ડ પગલાં ન લેતું હોવાનો સ્થાનિકોમાં રોષ
  • અનેક ફરિયાદો છતાં કોઈ ઉકેલ આવતો નથીઃસ્થાનિક કોર્પોરેટર

Divyabhaskar.com

Sep 14, 2019, 02:51 PM IST

સુરતઃવરાછાના અશ્વિની કુમાર રોડ પર ડ્રેનેજ લાઇનમાંથી લાલ અને બ્લ્યુ પાણી ઉભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી પાલિકાના અધિકરીઓને ફરિયાદ કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારમાં આવેલી 14 ડાઈગ મિલોનું ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર ડ્રેનેજ મારફતે ગેરકાયદે નિકાલ કરવાનું મોટું ષડ્યંત્ર આંખ સામે હોવાછતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પાલિકાના અધિકારીઓ કોઈ પગલાં ભરતા ન હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યાં છે.

વરસાદમાં ડ્રેનેજ ઉભરાતાં પાણી બહાર આવ્યું

ભારે વરસાદમાં ડ્રેનેજ લાઈનમાંથી લાલ પાણી આવે છે.મિલ માલિકો ડાઈંગનું પાણી ટ્રીટ કર્યા વગર બે ચેમ્બરને જોડતી પાઇપ લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી મિલનું ગંદુ પાણી ડ્રેનેજમાં ઠાલવતા હોવાથી લાલ અને બ્લ્યુ પાણી ઉભરાતું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.ક્યારેક એક બાજુ વરસાદ હોય અને બીજી બાજુ આ વિસ્તારની ડ્રેનેજ લાઈનમાંથી ઉભરાતું ગંદુ પાણી એટલું ગરમ હોય છે કે ડ્રેનેજ લાઈનમાં ઉતરેલા બેલદાર ચામડી પર કાળી પડી જાય છે.

અનેક ફરિયાદો કરીઃકોર્પોરેટર

કોર્પોરેટર દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, મિલોમાંથી ધુમાડો પણ એવો નીકળે છે કે, સુકાવવા નાંખેલા કપડાં સાંજ પડતા રંગબેરંગી થઈ જાય છે.20-25 હજાર લોકો આ સમસ્યાથી પીડિત છે.જેથી આ મુદ્દે પાલિકા અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિવેડો આવતો નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી