ગૌરવ / ચંદ્રયાન -2માં સુરતમાં તૈયાર થયેલા સિરામિક પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો

ઈસરો દ્વારા સુરતની કંપનીના પાર્ટનો ઉપયોગ ચંદ્રયાન-2માં કરવામાં આવ્યો છે.(ઈન્સેટમાં હિમસન સિરેમિકના ડાયરેક્ટર નિમેષભાઇ બચકાનીવાલા)
ઈસરો દ્વારા સુરતની કંપનીના પાર્ટનો ઉપયોગ ચંદ્રયાન-2માં કરવામાં આવ્યો છે.(ઈન્સેટમાં હિમસન સિરેમિકના ડાયરેક્ટર નિમેષભાઇ બચકાનીવાલા)

  • હિમસન કંપની 25 વર્ષથી ઈસમોને સાધનો આપે છે
  • મંગળ યાનમાં પણ સિરામિકનો ઉપયોગ થયો હતો

Divyabhaskar.com

Jul 15, 2019, 04:57 AM IST

સુરત : મિશન ચંદ્રયાન - 2.! ભારતના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લઇને ઇસરો દ્વારા દેશના વિવિધ શહેરોમાં વૈજ્ઞાનિકોની ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ડિઝાઇન કન્સેપ્ટ પ્રોવાઇડર તરીકે સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી પણ હતાં. એમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી અને પ્રોજેક્ટ સંબંધીત રસપ્રદ વાત જણાવી હતી. આ સાથે છેલ્લા 25 વર્ષોથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરવાનું પણ ગૌરવ પણ સુરતના શિરે જ જાય છે. ચંદ્રયાન-2માં ઉપયોગ થનારું સ્કિવબ્સ પાંડેસરાની હિમસનએ બનાવ્યું છે.

ઇસરો પર જ પ્લાસ્ટિકની ખુરશી વળી અને સમસ્યાનું સમાધાન મળી ગયું

‘મે 2018માં અમને નિષ્ફળતા મળી હતી. કેમ કે લેન્ડર જ્યાં ઉતારવાનું હતું ત્યા એડિશનલ પાર્ટ લઇ જવાના હોય છે. તેના કારણે લેન્ડરના લેડિંગ લેગ બેન્ડ થઇ જતાં હતાં. આ કારણે અમે ડિઝાઇન અને સ્ટ્રક્ચર બદલ્યું પણ સફળતા ન મળી. માર્ચથી આ પ્રોજેક્ટ આગળ વધીને મે સુધી લંબાયો હતો અને ટેસ્ટીંગમાં પણ નિષ્ફળતા જ મળી. એક સમય તો એવો આવ્યો કે આ પ્રોજેક્ટને જ પડતો મુકવા સુધીની વિચારણા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન સ્ટેશન પર એક વ્યક્તિ પ્લાસ્ટિકની ખુરશી પર બેસવા જવા ખુરશીનો પાયો વળી ગયો જેનું સમાધાન કરવા અમારી ટીમના જ એક વ્યક્તિએ દેશી ઉપચાર અજમાવ્યો. એમણે પ્લાસ્ટિકના ચાર પાયામાં રબરના બફર ફીટ કરી દીધા. પરિણામ એવું આવ્યો કે એ ખુરશીના પાયા 120 કિલો વજન મુકવાથી પણ વળતાં ન હતા. આ ઘટના પરથી અમને ચારેય લેન્ડિંગ લેગમાં રબરના ફુટ પેડ મુક્યા. આ યુક્તી કામ કરી ગઇ અને અમારા પ્રશ્નનું સમાધાન મળી ગયું. આપણે ઘણી મોટી વસ્તુઓ વિચારતા હોય છે. પણ નાની વસ્તુઓ પણ આપણને મોટી સમસ્યાઓમાંથી બહાર લાવી શકે છે.> મિતુલ ત્રિવેદી, કન્સેપ્ટ ડિઝાઈન પ્રોવાઈડર, ચંદ્રયાન-2

ખર્ચ ઓછો કરવા ઋષી-મુનિઓએ આપેલી ટેક્નિક ઉપયોગમાં લેવાય છે

ચંદ્રયાન-2 ટીમમાં કામ કરનાર સુરતના મિતુલ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે ‘ચંદ્રયાનની ટેકનિકલ ડિઝાઇન વર્ષો પહેલાની તૈયાર હતી, જેમાં અમારી ટીમે ઋષી-મુનીઓએ આપેલી થિયેરીઓને ડિ-કોડ કરીને કમ્બાઇન્ડ કરી. ચંદ્રયાન મિશન-2નું બજેટ એક હજાર કરોડ હતું પણ ઇસરોએ 605 કરોડમાં જ આ મિશન પુરુ કર્યું. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અંદાજે 10 હજાર વર્ષ પૂર્વ ઋષિ મુનીઓએ થિયરી આપી હતી. તેને ડિ-કોડ કરીને મોર્ડન ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા ઘણો ખર્ચ બચી જાય છે. ચંદ્રયાન મિશન-2માં તો પ્રાચીન ટેકનોલોજીનો થોડો અંશ જ અમલીકરણ કરવામાં આવ્યો છે પણ ભવિષ્યમાં આદિત્ય એલ-1ના પ્રોજેક્ટમાં પ્રાચીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોસ્ટ ઘટાડી શકાય એ માટેનો આખો વિભાગ જ તૈયાર કરવામાં આવશે.

25 વર્ષોથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરવાનું ગૌરવ સુરતના શિરે

પાંડેસરાની હિમસન કંપનીએ બનાવેલા સ્ક્વિબ્સ ઇગ્નીશનનો ઉપયોગ ઇસરો દ્વારા ચંદ્રયાન માટે બનાવવામાં આવેલા જીએસએલવી એમકે-3 રોકેટમાં કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે યાનને મોકલવા માટે રોકેટ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રોકેટ જયારે ધરતીથી ચંદ્ર તરફ ગમન કરે છે. ત્યારે રોકેટના નીચેના પાર્ટસમાં અગન જ્વાળાઓ સાથે 3000 ડિગ્રી સેન્ટીગ્રેટની ગરમી પેદા થાય છે. ત્યારે યાન કે રોકેટનું વાયરીંગને નુકશાનથી બચાવવા સ્ક્વિબ્સ ઇગ્નીશનનું આવરણ ચઢાવવામાં આવે છે. હિમસન કંપની દ્વારા જુદા જુદા આકારના સ્ક્વિબ્સ બનાવી ઇસરોને આપવામાં આવ્યા છે અને આ પાર્ટસ ચંદ્રયાન પ્રોજેકટમાં લગાવવામાં આવ્યા છે.

છ મહિના પહેલા જ આ સ્કિવબ્સની સપ્લાય

હિમસન સિરેમીકના ડિરેક્ટર નિમેષ બચકાનીવાલાએ કહ્યું કે, ચંદ્રયાનના પ્રોજેક્ટમાં અમારી કંપનીને રોકેટ ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવાતા સ્કિવબ્સ ઈગ્નીશન બનાવવાનું કામ મળ્યું હતું. જે રોકેટના નીચેના ભાગે લગાવવામાં આવે છે. જેથી રોકેટના નીચેના પાર્ટ્સમાં આગ લાગે ત્યારે વાયરીંગ બળી નહીં જાય. તે ઈન્સ્યુલેશન અને ઈગ્નીશનમાં વાપરવામાં આવે છે. ચંદ્રયાન-2 માટે છ મહિના પહેલા જ આ સ્કિવબ્સની સપ્લાય કરી દેવામાં આવી હતી. વધુમાં ઉમેરે છે કે ઈસરો દ્વારા છેલ્લાં 25 વર્ષ 1994થી સ્પેસ યાન અને સેટેલાઈટ માટેના આવશ્યક સ્પેરપાર્ટ્સ બનાવવાના ઓર્ડર અમારી કંપનીને મળતા રહ્યાં છે. ભૂતકાળમાં ઈસરોના મહત્ત્વના પ્રોજેક્ટસ માટે અમે જુદા જુદા પ્રકારના સ્કિવબ્સ સપ્લાય કર્યા છે. ઈસરો દ્વારા સુરતની અમારી કંપની પર ભરોસો મૂકવામાં આવ્યો તે અમારા અને સમગ્ર સુરત શહેર માટે ગૌરવની બાબત છે.

X
ઈસરો દ્વારા સુરતની કંપનીના પાર્ટનો ઉપયોગ ચંદ્રયાન-2માં કરવામાં આવ્યો છે.(ઈન્સેટમાં હિમસન સિરેમિકના ડાયરેક્ટર નિમેષભાઇ બચકાનીવાલા)ઈસરો દ્વારા સુરતની કંપનીના પાર્ટનો ઉપયોગ ચંદ્રયાન-2માં કરવામાં આવ્યો છે.(ઈન્સેટમાં હિમસન સિરેમિકના ડાયરેક્ટર નિમેષભાઇ બચકાનીવાલા)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી