સોનગઢ ડબલ મર્ડર / જીવલેણ હુમલામાં જેઠ બાદ વહુનું સારવાર દરમિયાન મોત

સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર
સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર

  • ઘણા વર્ષોથી જેઠ નાના ભાઇના મૃત્યુ બાદ વહુ સાથે એક જ ઝૂંપડીમાં રહેતા હતા
  • હત્યારાઓ બન્નેને નિદ્રાવસ્થામાં જ માથા પર લાકડાના ફાટકા મારી ભાગી ગયા હતા

Divyabhaskar.com

Nov 11, 2019, 10:36 AM IST

સુરતઃ સોનગઢના નીચલી ફળિયામાં જેઠ અને વહુ ઉપર થયેલા હુમલામાં ઘવાયેલી વહુનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતા પોલીસે ડબલ મર્ડર કેસ ને લઈ દોડતી થઈ ગઈ છે. 25 ઓક્ટોબરના રોજ થયેલા અજાણ્યા હુમલાખોરોના હાથે ઘવાયેલા જેઠનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે ,હજી સુધી હુમલાખોરો કે હુમલા પાછળનું કારણ બહાર ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

હુમલો કરી માથા ફોડી નખાયા હતા

સાજન (મૃતક સોનાઈબેન મગનભાઈ ગામીતનો પુત્ર) એ જણાવ્યું હતું કે લગભગ 11-12 વર્ષ પહેલાં પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈ-બહેનની જવાબદારી માતા ઉપર આવી પડી હતી. ખેત મજુરી કામ કરી માતા સોનાઈબેન પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્રણેય ભાઈ-બહેનો કામ કરતા થઈ જતા પોત-પોતાની આવકથી રોટલો રળી ખાતા હતા. 25 ઓક્ટોબરે તેઓ મઢી સુગરમાં શેરડી કાપવાના કામે ગયા હતા. સવારે ફોન પર ખબર પડી હતી કે તેમની માતા અને કાકા વસા પર હુમલો કરી માથા ફોડી નખાયા છે. ઇજાગ્રસ્ત બન્નેને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા કાકા વસા ગામીતને મૃત જાહેર કરાયા હતા. જ્યારે ગંભીર હાલતમાં મોત સામે લડી રહેલી માતા સોનાઈબેનને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. જ્યાં આજે સવારે તેમનું પણ મોત નીપજ્યું છે. હત્યારાઓએ બન્નેને નિંદ્રાવાન અવસ્થામાં જ માથા પર લાકડાના ફટકા મારી ભાગી ગયા હતા. માતાના મૃત્યુ બાદ પોલીસ ડબલ હત્યા કેસને લઈ દોડતી થઈ છે.

X
સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીરસિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી