સુરત / 75ની ઉંમરે બકુલા પટેલ આરંગેત્રમની પ્રસ્તુતિ આપનારા પ્રથમ મહિલા બન્યાં, 68 વર્ષે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું

બકુલાબેનની તસવીર
બકુલાબેનની તસવીર

  • શિષ્યાની ઉંમરની ગુરુ પાસે શિક્ષણ લીધું, સિનિયર કેજીના બાળકો સાથે શીખ્યું નૃત્ય
  • જે સ્ટેપ સામાન્ય લોકો એક દિવસમાં શીખી લે છે તે શીખતાં 15 દિવસ લાગ્યા પણ હાર ન માની

Divyabhaskar.com

Oct 13, 2019, 03:12 AM IST

મીના પાલ/પ્રેમ મિશ્રા - સુરતઃ જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓથી નિરાશ-હતાશ થઈને લોકો માટે સુરતના બકુલાબહેન પટેલ પ્રેરણાનો સ્રોત છે. તેમણે શનિવારે આરંગેત્રમ રજૂ કર્યું હતું. આ સાથે જ તેઓ મોટી ઉંમરે આરંગેત્રમ રજૂ કરનારા દેશના પ્રથમ મહિલા બન્યાં છે. આરંગેત્રમ ભરતનાટ્યમનો હિસ્સો છે. તેમાં 90 મિનિટ ભરતનાટ્યમની નવ કળાની પ્રસ્તુતિ કરાય છે. તેઓ પ્રોફેશનલ એથ્લેટ પણ રહી ચૂક્યા છે. 58 વર્ષની ઉંમરે તેમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું. 75 વર્ષની ઉંમર સુધી તેઓ 185 સર્ટિફિકેટ-ટ્રોફી અને મેડલ જીતી ચૂક્યા છે.

68 વર્ષની ઉંમરે કરી શીખવાની શરૂઆત
બકુલાબેન જણાવે છે કે, મેં 68 વર્ષની ઉંમરે આરંગેત્રમ શીખવાનું શરૂ કર્યું. તે શીખવામાં 7 વર્ષ લાગ્યા છે. તેથી આશા હતી કે 75 વર્ષની થઇશ ત્યાં સુધીમાં ભરતનાટ્યમમાં વિશારદ થવાનું સ્વપ્ન સાકાર થઇ જશે. શરૂઆત સિનિયર કેજી અને ધોરણ-1ના બાળકો સાથે કરી. જે સ્ટેપ શીખવામાં સામાન્ય રીતે એક દિવસ લાગે તે શીખતાં મને 15 દિવસ લાગ્યા. મને 43 વર્ષીય ભાવનાબેન પટેલે શીખવ્યું. તેઓ ગુસ્સે થતા તો ખરાબ પણ લાગતું હતું. ક્યારેક લાગ્યું કે મારાથી નહીં થાય. દર વર્ષે આ છોડી દેવાનો વિચાર આવ્યા. ચાર વર્ષ એમ જ વીતી ગયા. પરીક્ષામાં હું મોખરે રહી તો આત્મવિશ્વાસ વધ્યો. તે સાથે જ નક્કી કરી લીધું કે હવે પીછેહઠ નથી કરવી. 4 મહિનાથી રોજ 10 કલાક પ્રેક્ટિસ કરતી હતી.

X
બકુલાબેનની તસવીરબકુલાબેનની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી