સુરત / હજીરા-મોરા રોડ પર ટ્રેક બાઈક ચાલકને અડફેટે લેતા મહિલાનું મોત

રોડ એક્સિડન્ટમાં ફરવા જતી મહિલાનું મોત નીપજ્યું હતું.
રોડ એક્સિડન્ટમાં ફરવા જતી મહિલાનું મોત નીપજ્યું હતું.

  • પરિવારના પાંચ કપલ સુવાલિ ફરવા જતા
  • એલ એન્ડ ટી ગેટ-1 પાસે એક્સિડન્ટ સર્જાયો

Divyabhaskar.com

Jul 14, 2019, 06:00 PM IST

સુરતઃવરાછાથી સુવાલિ બિચ પરિવાર સાથે બાઈક પર નીકળેલા પાંચ કપલ પૈકી એક બાઈકનો એક્સિડન્ટ સર્જાયો હતો. હજીરા મોરા રોડ પર એક બાઈક ચાલકને ટ્રેક અડફેટે લેતા મહિલાનું થયું મોત થયું હતું. એક્સિડન્ટ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

મહિલા ટ્રક નીચે કચડાઈ

પુણા ગામ ખાતે આવેલી પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા પંકજ વિરાણી તેની પત્ની જાગૃતિ વિરાણી સહિત કુલ પાંચ કપલ સુવાલિ ફરવા જતાં હતાં. તમામ બાઈક હજીરા-મોરા રોડ પર એલ એન્ડ ટી ગેટ-1 સામેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક ટ્રકે પંકજના બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈક રોડ સાઈડની લોખંડની ગ્રીલ સાથે અથડાયું હતું. જેથી બાઈક પાછળ બેઠેલી જાગૃતિ(ઉ.વ.આ.30) નીચે પટકાઈ તે દરમિયાન ટ્રક તેના પર ફરી વળતાં તેનું મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે સમગ્ર એક્સિડન્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

X
રોડ એક્સિડન્ટમાં ફરવા જતી મહિલાનું મોત નીપજ્યું હતું.રોડ એક્સિડન્ટમાં ફરવા જતી મહિલાનું મોત નીપજ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી