તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ-સુરત વચ્ચેના ચલક ચલાણામાં 7000 વાહન માલિકોને RTOમાં RC બુક મેળવવા ધરમધક્કા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત આરટીઓની ફાઈલ તસવીર
  • વાહન માલિકે ઘર બદલ્યું હોય કે સરનામું ખોટું હોય ત્યારે આરસી બુક આરટીઓમાં પરત ફરે છે

સુરતઃ સુરત આરટીઓમાં રજીસ્ટર થયેલા વાહનોની 7 હજારથી વધુ આરસી બુક વાહન માલિકો સુધી પહોંચી નથી. વાહન રજીસ્ટ્રેશન થયા બાદ આરસી બુક વાહન માલિકના ઘરે આવતી હોય છે. જોકે, સુરત આરટીઓમાં રજીસ્ટર થયેલા વાહનોની આરસી બુક અમદાવાદનો ચક્કર મારી સુરત જેતે વાહન માલિકના ઘરે આવતી હોય છે.આવા સંજોગોમાં વાહન માલિકના સરનામામાં કોઈ ભૂલ હોય, વાહન માલિકે ઘર બદલ્યું હોય કે અન્ય કોઈ કારણને લીધે વાહન માલિકનું સરનામું ન મળે તો આરસી બુક પોસ્ટ વિભાગ દ્વારા અમદાવાદ મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ પરત ફરેલી આરસી બુક સુરત આરટીઓને મોકલવામાં આવે છે. આવી આરસી બુક સુરત આરટીઓમાં 7 હજારજેટલી પડી છે.

વાહન માલિકોએ ચલક ચલાણું રમવાનો વારો આવે છે
અમદાવાદથી એજન્સી દ્વારા મહિને 2 વાર પરત ફરેલી આરસી બુક સુરત આરટીઓને મોકલવામાં આવે છે.ત્યાં સુધી વાહન માલિક પોતાની આરસી બુક મેળવવા માટે સુરત આરટીઓ અને પોતાના વિસ્તારની પોસ્ટ ઓફિસના ચક્કર કાપ્યા કરે છે. સુરત આરટીઓમાં વર્ષ 2018થી આજ દિન સુધીની 7,000થી વધુ આરસી બુક એવી છે કે જે પરત આવ્યા બાદ કોઈ લેવા માટે આવ્યું નથી તો બીજી તરફ આરસી બુક સમય વીતી ગયા છતાં ઘરે ન પહોંચતા લોકો આરટીઓ પહોંચે છે. ઘણી વાર પરત ફરેલી આરસી બુક અમદાવાદથી આવી ન હોવાનું સાંભળવા મળે છે તો ઘણી વાર પોસ્ટ ઓફિસમાં તપાસ કરવાનું કહેવામાં આવે છે. આમ વાહન માલિકોએ ચલક ચલાણું રમવાનો વારો આવે છે.

અમદાવાદને બદલે RC બુક સીધી સુરત RTOમાં મોકલો 
વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરસી બુક ડિસ્પેચનું કામ અમદાવાદથી કરવામાં આવે છે.અમદાવાદથી આરસી બુક રાજ્યના કોઈ પણ વાહન માલિકના ઘરે મોકલવામાં આવે છે.જો કોઈ કારણસર સરનામું ખોટું નીકળે કે ન મળે તો આરસી બુક પોસ્ટ વિભાગ દ્વારા અમદાવાદ પરત મોકલવામાં આવે છે અને ત્યાંથી મહિને 2 વાર પરત ફરેલી આરસી બુક સુરત આરટીઓ મોકલવામાં આવે છે.આવા સંજોગોમાં વાહન માલિકોએ લાંબી રાહ જોવાનો વારો આવે છે.પોસ્ટ દ્વારા આરસી બુક અમદાવાદ મોકલવાને બદલે સીધી સુરત આરટીઓ મોકલવામાં આવે એવી માંગ લોકોમાં ઉઠી છે.

સરનામાની ભૂલને લીધે RC બુક પરત આવે છે 
મુખ્યત્વે સરનામાની ભૂલોને લીધે આરસી બુક પરત આવે છે.સરનામાની ક્ષતિને કારણે પરત આવેલી આરસી બુક વાહન માલિક આરટીઓ કચેરીથી મેળવી શકે છે.અંદાજે 7000 આરસી બુક સુરત આરટીઓમાં છે. 
-હાર્દિક પટેલ, એઆરટીઓ ,સુરત

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો