સુરત / માંડવી તાલુકાના વરેલી ગામના એક જ ખેતરમાંથી 35મી દીપડી પાંજરે પુરાઈ

માંડવી તાલુકાના વરેલી ગામે ખેતરમાં 35મી દિપડી પાંજરે પુરાઈ
માંડવી તાલુકાના વરેલી ગામે ખેતરમાં 35મી દિપડી પાંજરે પુરાઈ

  • માંડવી તાલુકાનું વરેલી જાણે અભ્યારણ્યમાં ફેરવાઇ ગયું હોય તેવી દશા
  • ગ્રામજનો સતત દીપડાના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા

Divyabhaskar.com

Nov 10, 2019, 11:40 AM IST

સુરતઃ માંડવી તાલુકાના વરેલી ગામે સતત એક ખેતરમાંથી દીપડા પકડાવાની ઘટના બની છે, જેમાં રાત્રે વધુ એક 35 દીપડો એક જ ખેતરમાંથી પકડાયો છે. વનવિભાગ દ્વારા વરેલીગામે દીપડાને ઝબ્બે કરવા માટે પાંજરૂ મુક્યુ હતુ. જે પાંજરામાં મૂકેલું મારણ ખાવા જતા શનિવારે એક કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડીનો કબજો લઈ દીપડીને દૂર જંગલમાં મુક્ત કરવાની કવાયત આદરી હતી. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

દીપડી મારણ ખાવા જતા પાંડરામાં ઝડપાઈ ગઈ

માંડવી તાલુકાના વરેલી ગામે રહેણાક વિસ્તારમાં એક કદાવર દીપડો શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો અને અવારનવાર રહેણાંક વિસ્તારમાં દેખા દેતો હતો, જે જોઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ગ્રામજનો દ્વારા માંડવી વનવિભાગને જાણ કરી વરેલી ગામે પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી. રજૂઆત આધારે માંડવી વનવિભાગ દ્વારા ત્વરિત વરેલી ગામે જુનેદભાઈ શેખના ઘરની બાજુમાં આવેલ તબેલામાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તે પાંજરામાં એક કદાવર દીપડી ફરી વરેલી ગામે આવી હતી અને પાંજરામાં મૂકેલ મારણ જોઈ લલચાય ગઈ હતી જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઈ ગઈ હતી.

ફરી પાંજરું વરેલી ગામે જ મૂકવાની રજૂઆત

દીપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલ દીપડી જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા અને ત્યારબાદ ત્વરિત વનવિભાગને જાણ કરી હતી. ઘટના સ્થળે આવી વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડી હોવાનું જણાવી તેનો કબજો લઈ આગળની કાર્યવાહી આદરી હતી. જોકે, ગ્રામજનો દ્વારા હજી બીજા દીપડા ફરતા હોવાની વાત વનવિભાગને જણાવી ફરી પાંજરું વરેલી ગામે જ મૂકવાની રજૂઆત કરી હતી.

દીપડી 3 વર્ષની તંદુરસ્ત

વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ વરેલી ગામે દીપડી પાંજરે પુરાઈ છે અને પાંજરે પુરાયેલ દીપડી અંદાજિત 3 વર્ષની છે. દીપડી તંદુરસ્ત છે અને ઉપલા અધિકારીની સૂચના આધારે દીપડીને દૂર જંગલમાં મુક્ત કરાશે.

બહાર નીકળવા માટે ભારે ધમપછાડા કર્યા

દીપડીએ પાંજરે પુરાયા બાદ બહાર નીકળવા માટે ધમપછાડા કર્યા હતા જેને લઈ દીપડી ઈજાગ્રસ્ત પણ થઈ ગઈ હતી, જે જોઈ જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને જૂના જર્જરિત લોખંડના સળિયાવાળા પાંજરાના સ્થાને નવાં પાંજરા મુકવાની માંગ કરી હતી.

જર્જરિત પાંજરાથી દીપડાને ઈજા થાય છે

ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની વસતિ વધવાને કારણે રહેણાંક વિસ્તારમાં આવી ચઢતાં હુમલાના બનાવો બની રહ્યાં છે. જે રોકવા માટે વનવિભાગે દ્વારા પાંજરું મૂકીને પકડી રહ્યા છે પરંતુ વનવિભાગ દ્વારા મુકવામાં આવતાં પાંજરા હાલ જર્જરિત અવસ્થામાં પહોંચી ગયાં છે. જર્જરિત લોખંડના સળિયાવાળા પાંજરામાં જ્યારે દીપડો પુરાયા છે અને નીકળવા ધમપછાડા કરતાં સળિયાને કારણે તે ઈજાગ્રસ્ત થાય છે. આવા જૂના જર્જરિત પાંજરાની જગ્યાએ નવા ગોળ અથવા ચોરસ પાઈપવાળા પાંજરા મુકવામાં આવે એ જરૂરી બન્યું છે. દીપડો પાંજરે પુરાય ત્યારે લોકટોળું એકત્ર થતા દીપડો ગભરાઈ જઈ બહાર નીકળવાની કોશિશમાં ઈજાગ્રસ્ત થાય છે. માટે દીપડાને પાંજરા પર કેમો ફ્લેગવાળું કવર લગાવવામાં આવે જેના કારણે દીપડો લોકોને ન જોઈ શકતાં શાંત રહે અને ઈજાગ્રસ્ત થઈ અટકી શકે તેમ છે. દીપડા પાંજરે પાંજરા બદલવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે.

X
માંડવી તાલુકાના વરેલી ગામે ખેતરમાં 35મી દિપડી પાંજરે પુરાઈમાંડવી તાલુકાના વરેલી ગામે ખેતરમાં 35મી દિપડી પાંજરે પુરાઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી