તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચોરીના આરોપીને પકડવા રાજસ્થાન પહોંચેલી પારડી પોલીસ પર 100ના ટોળાનો હુમલો, લૂંટફાટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાઈવેટ કાર લઈને પહોંચેલી પોલીસ પર હુમલો થયો
  • આરોપીનું લોકેશન ટ્રેસ કરતા-કરતા ટીમ રાજસ્થાનના બાંસવાડા વિસ્તારમાં પહોંચી ગઈ હતી
  • બરસી ગામે પહોંચતા એક યુવકે કારને અટકાવી પૂછતાછ કરી, પોલીસ હોવાની જાણ થતાં જ તૂટી પડ્યા

સુરતઃ પારડી પોલીસ મથકે ફરજ બજાવતા સેકેન્ડ પી એસ આઈ જી.આઈ. રાઠોડ,  હેડ કોન્સટેબલ નરસિંહ રાજપૂત, પોલીસ કોન્સટેબલ અમિત પટેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના લોકેશન ટ્રેસ કરી તેને પકડવા પ્રાઈવેટ કારમાં રાજસ્થાનના કુશલ ગઢ બરસી ગામે પહોંચ્યા હતા. ત્યારે એક બાઇક ચાલકે પોલીસની કારને  ઓવરટેક કરી કારને  અટકાવી હતી અને તમે કોણ છો નું પૂછ્યું હતું. પોલીસે તેમનું આઈ કાર્ડ બતાવી પોલીસની ઓળખ આપી હતી.આ વાતચીત દરમિયાન હાથમાં લાકડા અને પથ્થર લઈ કેટલાક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ કશું સમજે તે પહેલા 100થી વધુ લોકોના ટોળાંએ કારમાંથી પીએસઆઇ અને સ્ટાફના માણસોને ખેંચી કાઢી માર માર્યો હતો.  

લોકોએ પથ્થરમારો પણ કર્યો
ટોળામાં હાજર કેટલાક લોકોએ એમને મારી નાખોનું બોલતા પોલીસે બચવા માટે ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી ત્યારે કેટલાક લોકોએ તેમના પર છૂટા પથ્થરો માર્યા હતા. આ દરમિયાન ગામના કેટલાક સજ્જન વ્યક્તિએ દરમિયાનગીરી કરી પોલીસને બચાવી તેમના પોતાના ઘરે શરણ આપી હતી અને સ્થાનિક કુશલ ગઢની પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી. આ ઘટનામાં લોક ટોળાંએ પોલીસના પર્સ પણ છીનવી લૂંટ ચલાવી ગયા હતા. 

પીએસઆઈ સહિત ત્રણને ઈજા પહોંચી
ટોળાંના હુમલામાં પીએસઆઈ જી.આઈ. રાઠોડને પીઠ તેમજ મોઢાના ભાગે માર વાગ્યો હતો. જ્યારે પોલીસ કોન્સટેબલ અમિત પટેલને માથાના ભાગે તેમજ  શરીરના અન્ય ભાગે ઇજા પહોચી તેમજ હેડ કોન્સટેબલ નરસિંહ રાજપૂતને લાકડાં ફટકાથી માથામાં ગંભીર ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. તમામે ત્યાંની સરકારી હોસ્પીટલમાં સારવાર લીધી હતી અને રાજસ્થાન કુશલ ગઢ પોલીસ મથકે પી એસ આઈ જી.આઈ. રાઠોડે નરબૂ નામક ઈસમ તેમજ 100થી વધુ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આ ઘટનાને લઈ વલસાડ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી  છે.

હુમલામાં પોલીસની કારની પણ તોડફોડ
રાજસ્થાનના બરસીગામે પહોચેલી પારડી પોલીસ પર 100 થી વધુ ગામના લોકોએ લાકડી તેમજ પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાંએ પોલીસની પ્રાઈવેટ કારની તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હતું.

સ્થાનિક પોલીસને સાથે કેમ ન લીધી
ચોરીના આરોપીને જ્યારે પકડવા માટે રાજસ્થાનના કુશલ ગઢ ગઇ ત્યારે સ્થાનિક પોલીસને કેમ સાથે ન રાખી જે બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.જો સ્થાનિક પોલીસ સાથે હોત તો આ હુમલો કદાચ ન થાત તેવું લોકોનું માનવું છે.

I- કાર્ડ બતાવતા જ પોલીસના પર્સની લૂંટ
ટોળાંએ હુમલો કરતાં પોલીસે ટોળાંને સમજાવવા આઈ કાર્ડ બતાવી પોલીસની ઓળખ આપતાં તેમના પર્સ સાથે રાખેલા રોકડા ATM કાર્ડ લૂંટાઈ ગયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો