વાવાઝોડાની અસર / ઓલપાડના 21 ગામોમાં એલર્ટ, NDRF-SRPની ટીમ પહોંચી, સુરતમાં પણ ટીમ તૈનાત

ઓલપાડમાં દરિયા કાંઠા ગામોને એલર્ટ કરાયા, એનડીઆરએપની ટીમ પહોંચી, દરિયા કાંઠે ન જવાના પોસ્ટર લાગ્યા
ઓલપાડમાં દરિયા કાંઠા ગામોને એલર્ટ કરાયા, એનડીઆરએપની ટીમ પહોંચી, દરિયા કાંઠે ન જવાના પોસ્ટર લાગ્યા

  • ઓલપાડ તાલુકાના કાંઠાના ટૂંડા, ડભારી, છીણી, મોરભગવા, દાંડી આ 5 ગામોને વાવાઝોડાથી વધુ અસર પહોંચે તેમ છે
  • તલાટીઓ રાત્રીના રોકાણ કરવા સાથે 12 સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને શાળામાં હાજર રહેવા સૂચના અપાઈ

Divyabhaskar.com

Jun 12, 2019, 01:19 PM IST

સુરતઃ વાયુ વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાનાં ગામોને પણ અસર થવાની સંભાવનાને લઈને વહીટી તંત્રને એલર્ટ થઈ ગયું છે. સાથે ઓલપાડ તાલુકાના કાંઠાનાં ગામોમાં પણ સાવચેતીનાં પગલાં હાથ ધરી કુલ 21 ગામના લોકોએ એલર્ટ રહેવા સાથે જરૂર પડ્યે સ્થળાંતર કરવાની કામગીરી કરવા અધિકારીને સ્ટેન્ડબાય કરવામાં આવ્યા છે. ઓલપાડ પ્રાંત અને ટી.ડી.ઓને પણ રાત્રે હાજર રહેવા જણાવાયું છે. જ્યારે એનડીઆરએફ-એસઆરપીની ટીમ ઓલપાડ પહોંચી ગઈ છે. અને દરિયા કિનારા નજીક ન જવાના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.

હેડ કવાર્ટર્સ ન છોડવા સૂચના

અરબી સમુદ્ર ઉદ્દભવેલું વાયુ વાવાઝોડું ધીમે ધીમે પોતાનું જોર પકડીને કાંઠાનાં ગામોમાં પોતાની તાકાત બતાવતા સરકારે વહીવટી તંત્રને એલર્ટ કરવા સાથે સાવચેતીના પગલાં હાથ ધર્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ગામોને પણ તેની અસર થવાની સંભાવનાને પગલે ઓલપાડ પ્રાંત દ્વારા ઓલપાડ તાલુકાના કાંઠાનાં ગામોની મુલાકાત લઈને વહીવટી તંત્રને સાવચેત કર્યું છે. જ્યારે અરબી સમુદ્રના કાંઠે આવેલા ઓલપાડ તાલુકાના 21 ગામો કે જેને વાયુ વાવાઝોડાની અસર થાય તેમ હોય, આ ગામોના 1672 લોકોને ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતર કરાવવાની કામગીરી કરવાના ભાગરૂપે તમામ 12 શાળાના મુખ્ય શિક્ષકોને હેડ કવાર્ટર્સ ન છોડવા સૂચના આપવામાં આવી છે. સાથે તમામ ગામોના તલાટીઓની પણ રજા કેન્સલ કરવા સાથે અગાઉની સૂચના ન મળે ત્યાં સુધી ફરજ પર હાજર રહેવા કહેવાયું છે.

સુરત જિલ્લામાં વાવાઝોડાની અસર

સુરતમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. જ્યારે સુરત જિલ્લામાં સોનગઢ, વ્યારા, ઉનાઈમાં ગત રોજ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે ત્રણ જેટલા મોત પણ નીપજ્યા હતા. બારડોલીમા વાવાઝોડાની અસર પાઠકવાડી, દોલવણ, કકડવા, પંચોલ સહિતના અનેક ગામડાઓમાં ઘરોના છાપરા ઉડી ગયા હતા, નળીયા અને કાચા ઘરના પતરાં ઉડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

સુરતમાં એક એનડીઆરએફની ટીમ તૈનાત

સુરતમાં વાયુ વાવાઝોડાની અસર નહીંવત જેવી છે. જોકે, વહીવટી તંત્ર સાબદુ બની ગયું છે. વાવાઝોડું આવે તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે એનડીઆરએફની એક ટીમ સુરતમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે ઓલપાડના 21 ગામોમાં એલર્ટના કારણે એનડીઆરએફ-એસઆરપીની 30 અને 82ની ટીમ પહોંચી ગઈ છે.

સ્મીમેર-સિવિલમાં મેડીકલ ટીમ સ્ટેન્ડબાય

સ્મીમેર હોસ્પિટલમાં 30 બેડનો એક અલગ વોર્ડ તૈયાર રખાયો છે. જરૂર પડતાં વધારો પણ કરી શકે તે રીતની પણ તૈયારી કરી દેવાઇ છે. સ્મીમેર સાથે નવી સિવિલ હોસ્પિટલમાં પણ મેડીકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

દરેક ફાયર સ્ટેશન પર એક-એક ટીમ તૈનાત

ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે ઇલેકટ્રીક કટર, પાવર કટર, હોડી, રેઇન જેકેટ સાથેના સાધનો ફાયર સ્ટેશન પર મુકી દેવામાં આવ્યા છે. દરેક ફાયર સ્ટેશનમાં એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

X
ઓલપાડમાં દરિયા કાંઠા ગામોને એલર્ટ કરાયા, એનડીઆરએપની ટીમ પહોંચી, દરિયા કાંઠે ન જવાના પોસ્ટર લાગ્યાઓલપાડમાં દરિયા કાંઠા ગામોને એલર્ટ કરાયા, એનડીઆરએપની ટીમ પહોંચી, દરિયા કાંઠે ન જવાના પોસ્ટર લાગ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી