તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં નવજાત બાળકીને માતાએ તરછોડી, કૂતરાંએ અંગો ફાડી ખાતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બાળકીને સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન મોત
 • ગંભીર હાલતના બાળકીને NICUમાં દાખલ કરાતા લોકોએ જનેતા સામે ફીટકાર વરસાવ્યો

સુરતઃ નવસારીમાં શનિવારે સવારે નવસારીથી ગાંધી ફાટક જતા રેલવે ટ્રેક ઉપર નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાએ જ છોડી દીધી હતી. જેને રખડતા કૂતરાએ ખેંચી ગયા હતા. જોકે આ બાળકીને કૂતરાની ચૂંગાલમાંથી કેટલાક મજૂરોએ છોડાવી હતી. પોલીસને જાણ કરતા નવજાતને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. ડાબો પગ સંપૂર્ણપણે ગુમાવી ચૂકેલી બાળકીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 108ની ટીમના ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે, બાળકનો ડાબો પગ અને ગુપ્તાંગ આખો ખવાય ગયો હતો. બાળકને કુતરાઓએ ફાડી ખાધું હોય એમ પ્રાથમિક રીતે લાગતું હતું. આ બાળક ની જાતી નક્કી થઈ શકે તેમ નહોતચી પણ નાળ પર બ્લૂ કેપ અને ગુલાબી ફ્રોક પહેરાવ્યું હોવાથી નવજાત બાળકી હોવાનું કહી શકાય છે.

શ્વાન બાળકને મોઢામાં લઈ ખેતરમાં ઘુસેલું
સમીર ગાંધી (ખેડૂત)એ જણાવ્યું હતું કે, આજે સવારે મારા ખેતરમાં એક શ્વાન મોઢામાં બાળક લઈને ઘુસ્યું હોવાનું ખેતરમાં કામ કરતા મજૂરોએ જોયું હતું. ત્યારબાદ શ્વાનને પથ્થર મારી ભગાડી મુક્યો હતો. બાદમાં તેમણે મને જાણ કરી હતી. જેથી માનવતાના ધોરણે પોલીસ અને 108ને જાણ કરી દીધી હતી. નવજાત બાળક જીવતું હતું પણ તેનો ડાબો પગ શ્વાન ખાઈ ગયા હતા. છોકરો કે છોકરો છે તેની ઓળખ પણ થઈ શકી નહોતી. જોકે પોલીસ અને 108 તાત્કાલિક દોડી આવતા તેમને હેન્ડ ઓવર કરી દીધું હતું.

નવજાત બાળકીની હાલત ગંભીર હતી
ચંદ્રકાંત પટેલ (108 જલાલપોર નવસારી) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 8:42નો હતો ચીકુ અને કેરીની વાડીમાં નવજાત બાળકી બિનવારસી હાલતમાં હોવાની જાણ બાદ તેમની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. ઘટના સ્થળે ગયા બાદ બાળકને જોતા તેનો ડાબો પગ અને ગુપ્તાંગ આખો ખવાય ગયો હતો. નજીકમાં રખડતા કુતરાઓ દેખાતા બાળકને કુતરાઓએ ફાડી ખાધું હોય એમ પ્રાથમિક રીતે લાગતું હતું. તાત્કાલિક બાળકને એમ્બ્યુલન્સમાં લઈ પ્રાથમિક સારવાર સાથે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેની હાલત ખૂબ ગંભીર હોય એમ કહી શકાય છે.નાળ પર બ્લૂ કેપ અને ગુલાબી ફ્રોક પહેરાવ્યું હોવાથી નવજાત બાળકી હોવાનું કહી શકાય છે.

લોકોએ જનેતા પર રોષ વ્યક્ત કર્યો
નવસારીમાંથી જન્મ બાદ ત્યજી દેવાયેલા નવજાતને શ્વાનોએ ફાડી ખાતા સ્થાનિકો લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નિષ્ઠુર જનેતાની મમતાને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.બાળકીની સ્થિતિને જોઈને ડોક્ટર પણ ધ્રુજી ગયા હોય તેવી સ્થિતિ ઉભી કરનાર માતા સામે કડક પગલાં લેવાની લોકોએ માંગ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો