છેતરપિંડી / ચીન જવા માટે નાનપુરાના કાર્ટીંગના વેપારીએ ડોલર લેવાના ચક્કરમાં 5.50 લાખની રકમ ગુમાવ્યા

Nanpura's Karting trader loses 5.50 lakh rupees in rupees to take the dollar to China

  • ઉમરા પોલીસે આકાશ સામે ઠગાઈનો ગુનો 
  • વિશ્વાસ સંપાદન કરીને રૂપિયા લઈ લેવાયા

Divyabhaskar.com

Jun 12, 2019, 07:19 PM IST

સુરતઃધંધાના કામે ચાઇના જવા માટે કાર્ટીંગના વેપારીએ ડોલર લેવાના ચક્કરમાં 5.50 લાખની રકમ ગુમાવી છે. નાનપુરા માછીવાડમાં નાતાલી શેરીમાં રહેતા પિયુશભાઈ હરીશભાઈ ગણેશવાલાએ 7મી એપ્રિલે ડોલર માટે આકાશ ઉર્ફ વિશાલને વાત કરી હતી. તે વખતે આકાશ પાસે ડોલર ન હતી. ત્યાર પછી 9મી એપ્રિલે આકાશએ સામેથી કાર્ટીંગના વેપારીને કોલ કરી ડોલર માટે ડુમસ રોડ પર આઈબીસી સેન્ટર પર બોલાવ્યો હતો.

ડોલર લાવવાનું કહી ગાયબ

વેપારી તેના બે મિત્રો સાથે ગયો હતો. જો કે ત્યાંથી આકાશએ તેઓને સરગમ શોપીંગ સેન્ટર બાર્બીકયુ નેશન પાસે ઊભા રહેવાની વાત કરી હતી. થોડીવારમાં આકાશએ આવીને વેપારીને કહ્યું કે હું મારી મેસ્ટ્રો મોપેડની ડીકી ખોલું છું તું ડીક્કીમાં 5.50 લાખની રકમ મુકી દેજો, લાખોની રકમ લઈને આકાશ ડોલર લઈને આવું છું છતાં વેપારીને વિશ્વાસ ન થતા તેણે એક મિત્રને તેની સાથે મોપેડ પર બેસાડી દીધો હતો. સરગમ શોપીંગ સેન્ટરની ગલીમાં લઈ જઈ આકાશે વેપારીના મિત્રને ઉતારીને ડોલર લઈને આવું છું કહીને ગાયબ થઈ ગયો હતો.

વિશ્વાસ સંપાદન કર્યો

થોડીવાર પછી આકાશે કોલ કરીને એવુ કહ્યું કે ગેટવે હોટેલ પાસે ભરત નામનો શખ્સ ડોલર આપી દેશે, જેથી વેપારી તેના બે મિત્રો સાથે ડોલર લેવા માટે ગયા તો ત્યાં કોઈ ભરત નામનો શખ્સ આવ્યો ન હતો. બાદમાં આકાશે મોબાઇલ બંધ કરી દીધો હતો. વેપારીએ હેમા નામની મહિલાને વાત કરી તો તેણે થોડા દિવસોમાં રાહ જોવાની વાત કરી બાદમાં તેણે પણ ગલ્લાતલ્લા કર્યા હતા. છેવટે લાખોની રકમ ગુમાવેલા વેપારીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે આકાશ ઉર્ફ વિશાલ વિનોદ બારડ(રહે,સોરઠીયા શેરી,દ્રારકાઘીશ મંદિરની પાછળ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. અગાઉ બીજી એપ્રિલે વેપારીને ડોલરની જરૂર હતી તે વખતે આકાશે તેઓને ગેટવે હોટેલમાં સ્પાઈસ રેસ્ટોરન્સમાં બોલાવ્યા હતા. જયા વેપારીએ 4.83 લાખની રકમ આપી તે રકમ આકાશે હેમાબેનને આપી હતી. હેમાબેને આકાશને આ રોકડ સરગમ શોપીંગ સેન્ટર પાસે ઊભેલા અકબરભાઈને આપવા માટે મોકલ્યો હતો. જયાથી આકાશે પૈસા આપીને 7000 હજાર ડોલર લઈ આવ્યો હતો. જે વખતે ડોલર આપતા વેપારીએ આકાશ પર વિશ્વાસ કર્યો હતો.

X
Nanpura's Karting trader loses 5.50 lakh rupees in rupees to take the dollar to China

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી