તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ આગમાં ફસાયેલા અવાજ સંભળાય તેવા હેડ ફોન અને ઊંચાઈથી કુદી શકાય તેવા જમ્પિંગ કુશન ખરીદ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા ખરીદાયેલા જમ્પિંગ કુશનો ડેમો યોજાયો હતો. - Divya Bhaskar
પાલિકા દ્વારા ખરીદાયેલા જમ્પિંગ કુશનો ડેમો યોજાયો હતો.
  • કુશનથી 80 ફુટ સુધીની ઊંચાઇથી કૂદકો મારનારના જીવ બચાવી શકાશે
  • આગમાં ફસાયેલા લોકોના અવાજ સાંભળવા ડિટેક્ટર સેસ્મીક ડિવાઈસ

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડમાં આગથી બચવા માટે જીવના જોખમે એક પછી એક 15 માસૂમ બાળકોએ મોતની છલાંગ લગાવી હતી અને તે વખતે ભયભીત થયેલાં બાળકોને સિફતપૂર્વક ઝીલીને તેમનાં જીવન બચાવી શકે તેવા ફાયર વિભાગ પાસે જમ્પિંગ કુશન ન હતા. જેને લઇ કૂદેલા 15માંથી 6 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. જેથી તક્ષશિલાની ઘટનામાંથી બોધપાઠ લઇ મનપાએ આવી દુર્ઘટના વેળાએ 80 ફૂટ (25 મીટર) સુધીની ઉંચાઇએથી કૂદી જનારા લોકોના જીવ બચાવી શકાય તેવા સાત જમ્પિંગ કુશન ખરીદ્યા છે સાથે જ આગમાં ફસાયેલા લોકોના અવાજ સાંભળવા માટે લાઈફ ડિટેક્ટર સેસ્મીક અને એકોસ્ટીક લીસનીંગ ડિવાઈસ નામના બે હેડફોન ખરીદવામાં આવ્યાં છે. 

સલામતી માટે નવા સાધનોની ખરીદી
સાત જમ્પીંગ કુશન દરેક ઝોનમાં એક એક મુકવામાં આવશે. આ જમ્પીંગ કુશનની ખાસિયત એ છે કે જમ્પિંગ નેટ કરતા જમ્પિંગ કુશન વધારે સલામત છે.તક્ષશિલાની હોનારત વખતે માસૂમ બાળકોને ઝીલવા માટે મહા નગર પાલિકા પાસે પૂરતા સાધનો નહીં હોવાથી ફાયરની ટીમે તમાશો જોવો પડ્યો હતો અને તેને લઇ પાલિકા અને ફાયર વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટના બાદથી ફાયર વિભાગમાં કોઇપણ પ્રકારના બજેટની પરવાહ કર્યા વિના લોકોની સલામતી માટે અદ્યતન સાધન ખરીદ કર્યા છે. 

આગમાં ફસાયેલા અવાજ હેડફોનમાં સાંભળી શકાય
પ્રચંડ આગમાં ફસાયેલા લોકોના અવાજ સાંભળવા મુશ્કેલ હોય છે. શહેરમાં અવારનવાર આગ લાગે ત્યારે આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે પાલિકા દ્વારા લાઈફ ડિટેક્ટર સેસ્મીક અને એકોસ્ટીક લિસ્ટનિંગ ડિવાઇસ લાઈફ ડિટેક્ટર સાથેના બે હેડ ફોન ખરીદવામાં આવ્યાં છે. જે આગમાં ફસાયેલા લોકોનો અવાજ આવતાં તે દિશામાં રેસ્ક્યુ કરનારને લઈ જશે.જેથી વધુ માનવ જીંદગીઓ બચી શકે તેવો આશાવાદ છે. 

જમ્પિંગ કુશનની વિશેષતા
94 કિલોગ્રામનું વજન કુશનનું છે
કુશનમાં હવા ફરતાં માત્ર 60 સેકન્ડ જ થાય
15 ફુટ લંબાઇ અને પહોળાઇનું કુશન છે
8 ફુટ જેટલી હાઇટ છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો