તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ પાલિકા નવી વેન્ડિંગ માર્કેટો બનાવવા જઈ રહી છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, શહેરમાં ઘણી શાકમાર્કેટો જુની હોય કે નવી બિનઉપયોગી કે નહિવત ઉપયોગ થતો હોવાની વાસ્તવીક્તા છે. તેમ છતાં સરકારી વેન્ડીંગ પોલિસીના નામે ગ્રાંટનો ગેરવહિવટનો તખ્તો પડદા પાછળ તૈયાર થઈ ગયો છે. ફેરી મારીને રોજી રળી લેતાં ફેરિયાઓને એક સ્થાને બાંધવાના વાત થી જ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.
માર્કેટ બહારથી દબાણ દૂર કરાવવા સૂચના
ત્યારે જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં ચેરમેન સોમનાથ મરાઠેએ પણ બંધ પડેલી શાકમાર્કેટોના ગંભીર મામલે તમામ ઝોનલ ઓફિસરો, આરડીડી વિભાગ, ટ્રાફિક વિભાગના અધિકારીઓને તેડાવ્યાં હતાં અને બંધ પડેલી માર્કેટો મુદ્દે રિપોર્ટ માંગ્યો છે. તેમજ વેન્ડીંગ માર્કેટો ઉતાવળથી બનાવવા ફાઈલો લાવો છો...પણ માર્કેટો તો ચાલતી નથી તેને ચલાવવા શું પ્રયાસો કર્યા છે. કરોડોના ખર્ચે નવી વેન્ડિંગ માર્કેટો તૈયાર કરી દેવાશે પણ ચાલશે નહીં તો આમ જ માથે પડશે તે માટે કોણ જવાબદાર રહેશે? તેવા વેધક સવાલો ઉઠાવી તમામનો ઉધડો લીધો છે. માર્કેટો ચાલતી કરવા માટે પ્રયાસ હાથ ધરવા અને સ્થાનિક કોર્પોરેટર, અગ્રણીઓને સાથે લઈ લોકોમાં જાગૃતિ લાવવા સૂચના આપી છે. તેમજ ભવિષ્યમાં એક સેલની રચના કરી માર્કેટો બહારથી દબાણો દૂર કરવા પણ જણાવ્યું છે.
27 નવા વેન્ડિંગ માર્કેટ બનાવવામાં આવશે
શહેરની છબિ પર બટ્ટો લગાડતી ત્રાસદાયક ટ્રાફિક સમસ્યાના મૂળમાં મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ પર લારી-ગલ્લા, પાથરણાવાળા ઓના દબાણો સહિતના કારણો જવાબદાર છે. ત્યારે નિરાકરણ માટે વેન્ડિંગ પોલિસીના અમલીકરણરૂપ 76 કરોડ ખર્ચી 27 નવી વેન્ડિંગ માર્કેટો બનાવવા માટે પાલિકા ઉતાવળી બની છે. સરવેમાં ફેરિયાઓની સંખ્યા 22 હજાર જેટલી ટાઉન પ્લાનિંગ ખાતાને જણાયું છે પરંતુ હકિકતે ફેરિયાઓની સંખ્યા અંગે પણ વિરોધાભાસ છે અને વધુ હોવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
ઉત્રાણ માટે 1.25 કરોડનો અંદાજ મંજુર
જાહેર બાંધકામ સમિતિની શુક્રવારે મળેલી બેઠક અંગે ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, ઉત્રાણ ફા.પ્લોટ નંબર-166 ખાતે વેન્ડિંગ માર્કેટ બનાવવા માટેનો 1.25 કરોડનો અંદાજ મંજુર કરાયો છે. જ્યારે ગોડાદરા ફા.પ્લોટ નંબર 109-બી ખાતે પ્લોટ નાનો છે અને વિસ્તાર મોટો હોય વેન્ડિંગ માર્કેટનો અંદાજ મુલત્વી રખાયો છે.
ફેરિયાવાળા એલોટેડ જગ્યા પર જાય તે દિશામાં પ્રયાસ શૂન્ય
પાલિકા રિઝર્વ જગ્યા પર બાંધકામ ખર્ચ સહિત અન્ય ખર્ચના કરોડો વેડફીને વેન્ડીંગ માર્કેટો બનાવવાની તૈયારી કરે છે. જો કે એલોટ થયેલી અને બીન ઉપયોગી માર્કેટોમાં ફેરિયાવાળાઓને કેવી રીતે મોકલી શકાય તે દિશામાં કામ કરવાની જગ્યાએ અસફળ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા શા માટે ખર્ચે છે તે મોટો પ્રશ્ન છે.
શહેરના તમામ ઝોનમાં બેથી વધુ માર્કેટો વણવપરાયેલી
શહેરમાં મુખ્ય વિસ્તાર ભાગળ-કાંસકીવાડમાં વર્ષોથી માર્કેટ બનાવી છે પરંતુ રસ્તા પર જ ધંધો થતો આવ્યાં છે. વરાછા બરોડા પ્રિસ્ટેજ, પુણા શાકમાર્કેટ, અડાજણ જૈનવાડી પાસે શાકમાર્કેટ, પાલનપુર પાટિયા શાકમાર્કેટ, કતારગામ કંતારેશ્વર શાકમાર્કેટ, કતારગામ પાર્વતીનગર શાકમાર્કેટ, સોશિયો સર્કલ, અંબાનગર શાકમાર્કેટ, અલથાણ શાક માર્કેટ, સિટી લાઈટ માર્કેટ, ઉમરા માર્કેટ, અમરોલી શાકમાર્કેટ સહિતના તમામ ઝોન વિસ્તારોમાં જૂની 30 માર્કેટોમાં 8 થી વધુ માર્કેટો વણવપરાયેલી ક્યાં તો નહિવત બરાબર ઉપયોગ થઈ રહ્યો છે.
સરકારની ગ્રાંટ મળે છે, પ્રોજેક્ટ સફળ થાય તેવા પ્રયાસો કરાશે
રસ્તા પર ધંધો કરતાં તમામ વેન્ડર્સો માટે જ વેન્ડીંગ માર્કેટ સાકાર કરાઈ રહી છે તેમાં કટલરીવાળી થી લઈ દાણા-ચણા, ફ્રુટવાળા સહિતના તમામને સમાવી લેવામાં આવનાર છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે દબાણો સામે કાર્યવાહી કરવા પહેલાં તેઓ માટે વેન્ડીંગ માર્કેટો બનાવવાની રહે છે. સરકારની 100 ટકા ગ્રાંટ પણ મળે છે તેથી પ્રોજેક્ટ સફળ થાય તેવા પ્રયાસો કરાશે. પણ ચેલેન્જરૂપ પણ છે કેમકે ઘણી એવી શાકમાર્કેટો બિનઉપયોગી પડી છે અને ફેરિયાઓ ધંધો રસ્તા પર જ કરતાં આવ્યાં છે. - સોમનાથ મરાઠે, ચેરમેન, જાહેર બાંધકામ સમિતિ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.