તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકે પ્રાઇવેટ પાર્ટમાં સોનાની કેપ્સ્યૂલ નાખી, દુખાવાથી બચવા પેનકિલર પણ લીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા મુંબઈના યુવકની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઝડપાયેલા મુંબઈના યુવકની ફાઈલ તસવીર
  • ગુદામાર્ગમાં 2 કેપ્સ્યુલ્સ છુપાવી હતી
  • 450 ગ્રામ સોના સાથે યુવકને ઝડપ્યો
  • એરપોર્ટ પરથી 18 લાખના સોના સાથે દાણચોર પકડાયો

સુરત: સુરત એરપોર્ટથી 420 ગ્રામના 18 લાખના સોના સાથે મુંબઇના દાણચોરને કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. આ દાણચોરે કોન્ડમના માધ્યમથી સોનાના કેપ્સૂલને ગુદામાં નાખીને પેટ સુધી પહોંચાડી દીધા હતા. જોકે, મુસાફરીમાં દુખાવાથી બચવા માટે દાણચોરે પેનકિલર પણ પી લીધી હતી. આ સાથે પેટ પર દબાણ નહીં આવે અને કેપ્સૂલ બહાર નહીં આવે, તે માટે દાણચોરે મુસાફરી સમયે ખાધું કે પીધું પણ ના હતું. રવિવારે રાત્રે 11:29 વાગે એરપોર્ટ પર એર ઇન્ડિયાની શારજાહ-સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ હતી. કસ્ટમ વિભાગને બાતમીના આધારે મુંબઇના 24 વર્ષિય શાબાદ ખાનને 18 લાખના સોના સાથે પકડી પાડીને પુછપરછ હાથ ધરી હતી. 

શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ કરી
સુરતથી શારજાહ વચ્ચે ઉડતી ફ્લાઇટમાં સોનું લાવવાની બની રહેલી ઘટનાઓ વચ્ચે આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આજે શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા પ્રવાસીઓની કસ્ટમ વિભાગ દ્વારા નજર રખાઈ રહી હતી. તે વખતે જ એક પ્રવાસીની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની તપાસ કરતા સોનું મળી આવ્યું હતું.

450 ગ્રામની સોનાની બે કેપ્સ્યુલ્સ મળી આવી
મુંબઇના શાદબ ખાન (ઉં.વ.24)ના ગુદામાર્ગમાં 450 ગ્રામની સોનાની બે કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગે તપાસ કરતા ખબર પડતા જ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ સોનાની કિંમત 18 લાખ થાય છે.

દાણચોરને 20 હજાર રૂપિયા મળવાના હતા
દાણચોરે પહેલા કસ્ટમ વિભાગને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે કડક  પુછપરછ કરી તો દાણચોરે કબૂલ્યું હતું કે, બે કેપ્સૂલ મુંબઇના કાળા ધોડા પર પહોંચાડવાના હતા. ત્યાં એક માણસ ઊભો રહેવાનો હતો. જેની પાસે મારો ફોટો પણ છે અને તે મને 2 કેપ્સૂલના બદલમાં રૂ. 20 હજાર આપવાનો હતો. 

આ રીતે ગુદાથી પેટ સુધી સોનું પહોંચાડાય છે 
મોટા દાણચોરો સોનાની ખરીદી કર્યા બાદ પેસ્ટ બનાવી દેતા હોય છે. તે પછી સોનાની પેસ્ટને ઇંડાનો આકાર આપીને તેની પર સેલોટેપ લગાડી કેપ્સૂલ બનાવી દેતાં હોય છે. બાદમાં આ કેપ્સૂલને કોન્ડમમાં નાખીને તેની ગાઢ બાંધીને ગુદામાં નાખી લાકડાના ધક્કાથી પેટ સુધી પહોંચાડતા હોય છે. જોકે, કેપ્સૂલ નાખતી સમયે અને મુસાફરી સમયે દાણચોરને દુખાવો નહીં થાય તે માટે ગુદામાં કેપ્સૂલ નાખવાના એક કલાક પહેલા દાણચોરને પેનકિલર પીવડાવાય છે. તમામ માહિતી કસ્ટમ વિભાગના સૂત્રથી જણાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો