સુરત / મેટાસ સ્કૂલના વાલીઓએ ફીના નામે ડોનેશન મંગાયું હોવાના આરોપ સાથે DEOને રજૂઆત કરી

જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.

  • જિલ્લા શિક્ષણાધિકારીએ 15 દિવસમાં કાર્યવાહી કરવાની વાત કરી

Divyabhaskar.com

Jan 22, 2020, 06:22 PM IST

સુરતઃ મેટાસ સ્કૂલના વાલીઓ દ્વારા DEOમાં જઈ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સ્કૂલ ફી ના નામે ડોનેશન ઉઘરાવતી હોવાનો આરોપ કરી સ્કૂલ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ડોનેશન પરત અપાવવા રજૂઆત કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસનો વધુ સમય માંગી કાર્યવાહી કરવાની વાત કરી છે.
મામલો FRC પહોંચ્યો હતો

DEO કચેરીમાં મેટાસ સ્કૂલના વાલીઓ ધસી જઈ સ્કૂલ ડોનેશન મામલે ફરિયાદ કરી હતી. મેટાસ સ્કૂલના સંચાલકો સામે વાલીઓએ 15 દિવસ સુધી ધરણા કરી ડોનેશન પરત કરવા માંગ કરી હતી પરંતુ શાળાના સંચાલકો ટસથી મસ ન થતા મામલો FRC પહોંચ્યો હતો.વાલીઓએ FRC માં જઈ રજૂઆત કરતા ત્યાં પણ તેમને સંતોષ કારક જવાબ ન મળ્યો. છેવટે 2 મહિનાથી ધક્કો ખાતા વાલીઓએ DEO કચેરીમાં જઈ આ બાબતે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા 15 દિવસની અંદર સ્કૂલ સંચાલકોને બોલાવી આ મામલે નિવેડો લાવવા માટે કામગીરી કરશે તેમ વાલીઓને જણાવવામાં આવ્યું હતુ.

X
જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી