તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડ દ્વારા કિશોરને ચપ્પલ વડે મરાયેલો ઢોરમાર CCTVમાં કેદ, પોલીસ કમિશનરને કડક કાર્યવાહી માટે રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કિશોરને ઘસડી ઘસડીને ચપ્પલ વડે માર મારતો આધેડ સીસીટીવીમાં કેદ - Divya Bhaskar
કિશોરને ઘસડી ઘસડીને ચપ્પલ વડે માર મારતો આધેડ સીસીટીવીમાં કેદ
 • ફુગ્ગો વાગતા ઉશ્કેરાયેલા આધેડે કિશોરને ફટકાર્યો
 • આધેડે કિશોરના પિતાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો

સુરતઃ એક કિશોરને ચપ્પલ વડે ઢોરમાર મરાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ધૂળેટીના દિવસે ઉમરા ગામ બ્રીજ રતન એપાર્ટમેન્ટમાં મિત્રના ઘરે ગયેલા કિશોરને એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે જ માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં કિશોરીને દાદર પરથી ઘસડી ઘસડીને ચપ્પલ વડે માર મરાતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કિશોરને માર મરનાર ઇસમ નરેશ અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ વીડિયો વાઇરલ થયો છે. આ ઘટના અંગે સુરત પોલીસ કમિશનરને કિશોરના પિતાએ  ફરિયાદ આપી ન્યાયની પુકાર લગાવી છે. ઉમરા પોલીસે અરજીના આધારે આધેડ સામે 151ની કલમ હેઠળ તપાસ શરૂ કરી છે.

આધેડે કિશોરને કંઈ પૂછ્યા વિના જ મારવા લાગ્યા
જીજ્ઞેશભાઈ કોન્ટ્રાક્ટર (પીડિત કિશોરના પિતા) એ જણાવ્યું હતું કે, તેમનો દીકરો ધોરણ 7માં અભ્યાસ કરે છે. ધૂળેટી પર્વના રોજ કિશોર ઉમરા ગામ બ્રીજ રતન એપાર્ટમેન્ટમાં રહેતા મિત્રને ત્યાં ધૂળેટી રમવા ગયો હતો. જ્યાં કેટલાક બાળકો પાણી ભરેલા ફુગ્ગા એકબીજા પર ઘા કરી ધૂળેટીની ઉજવણી કરતા હતા. ત્યારે એક ફુગ્ગો એપાર્ટમેન્ટના રહેવાસી અને ટેક્સટાઇલના વેપારી નરેશ અગ્રવાલને વાગ્યો હતો. ફુગ્ગો ફેંકનાર બાળકો ત્યાંથી ભાગી ગયા હતા અને કિશોર શાંતિથી ગુલાલ વડે ધૂળેટી રમતો હતો જેને પકડીને કશું પણ પૂછ્યા વગર નરેશ અગ્રવાલ મારવા લાગ્યા હતા. જાહેરમાં હાથ પકડી ગમે તેમ માર્યા બાદ ભાન ભૂલેલા નરેશ અગ્રવાલ ચપ્પલ વડે કિશોર પર પર તૂટી પડ્યા હતા.

પોલીસ ફરિયાદ કરવા મજબુર બન્યા
જીજ્ઞેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કિશોરને ફટકાર્યા બાદ નરેશ અગ્રવાલે કિશોરના મિત્રના પરિવારને ફરિયાદ કરી હતી. ડરના મારે કિશોર ઘરે આવી ગયો હતો. જોકે, સાંજે કિશોરના મિત્રના પિતાનો ફોન આવ્યા બાદ આખી ઘટના સામે આવી હતી. કિશોરને પૂછ્યા બાદ તે નિર્દોષ હોવા છતાં માર મરાયો હોવાનું કહેતા તેઓ નરેશ અગ્રવાલને મારવાનું કારણ પૂછવા ગયા હતા. ત્યાં તેમણે પોલીસ બોલાવી ડરાવવાનો પ્રયાસ કરતા આખરે તેઓ પોલીસ ફરિયાદ કરવા મજબુર બન્યા હતા. પોલીસ સ્ટેશનમાં પણ નરેશ અગ્રવાલે બાળકને ચપ્પલ વડે માર માર્યો હોવાની વાતને નકારી કાઢી હતી. જેથી પોલોસે તેને છોડી મૂકી બીજા દિવસે બોલાવ્યો હતો. ત્યારે પણ 151માં ગુનો નોંધી નરેશ અગ્રવાલ શરતી જામીન પર છૂટી ગયા હતા. ત્યારબાદ ઘટના સ્થળના સીસીટીવી સામે આવતા તેઓ નરેશ અગ્રવાલ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એની માંગ માટે લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો