મહીધપુરાની મહિલાએ એક લાખની લોન લેવામાં  68600 રૂપિયા ગુમાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃહીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાને એક લાખ રૂપિયાની લોન જોઈતી હતી. ગઠિયાઓએ લોન અપવવા માટે વિવિધ ચાર્જ પેટે 68600 રૂપિયા ખંખેરી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહીધરપુરા દુધાળા શેરીમાં રહેતી વૈશાલી નિમેશ પટેલ હીરાના કારખાનામાં નોકરી કરે છેય 24 માર્ચના રોજ તેમના ફોન પર રોહિત મિશ્રા નામના વ્યકિતનો ફોન આવ્યો હતો. રોહિતે વૈશાલીને કહ્યું કે તે બજાજ ફાઈનાન્સમાંથી બોલે છે. લોનની જરૂરત છે. એટલે વૈશાલીએ એક લાખ રૂપિયાનો લાનની જરૂરત હોવાની વાત કરી હતી. 

બોનસની લાલચ આપી હતી
રોહિતે કહ્યું કે લોન મળી જશે પરંતુ ફાઈલ ચાર્જના 4750 રૂપિયા ભરવા પડશે એવું કહ્યું હતું. વૈશાલીએ તે રૂપિયા રોહિતે જણાવેલા એકાઉન્ટમાં જમા કર્યા હતા. ત્યાર બાદ બોનસ મળશે એટલે તમે વધુ 12999 રૂપિયા જમા કરો. વૈશાલીએ તે રૂપિયા જમા કર્યા હતા. ત્યાર બાદ તમારી લોન મંજૂર થઈ છે મિઠાઈના 1 હજાર રૂપિયા જમા કરો એવું કહેતા વૈશાલીએ રૂપિયા જમા કર્યા હતા. રોહિત સિવાય યોગેશ, અર્પિત,અર્પિતા,આલોક એમ અલગ-અલગ નામથી ગઠિયાઓ ફોન કરતા હતા. ત્યાર બાદ તમારા ખાતામાં બેલેન્સ ઓછું છે તમે અમને 20500 રૂપિયા આપો એવું કહ્યું હતું. વૈશાલીએ તે રૂપિયા પણ જમા કર્યા હતા. તેમજ અન્ય પ્રોસેસના નામ વૈશાલી પાસેથી ગઠિયાઓએ તેમને જણાવેલ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. ગઠિયાઓએ કુલ 68600 વૈશાલી પાસેથી લઈ લીધા હતા. ત્યાર બાદ તમામા ફોન બંધ બતાવતા હતા. વૈશાલીએ ગઠિયાઓના વિરુદ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.