સુરત / સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો

  • કેબલ સ્ટ્રીટ લાઈટનો હોવાનું અનુમાન
  • ટોરેન્ટ પાવરના વાયરમેને ફોલ્ટ રિપેર કર્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 12:09 PM IST

સુરતઃ આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. વીજ પ્રવાહ લિકેજની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયરમેન દોડી આવ્યા હતા.અને ફોલ્ટ શોધવા વીજ કંપનીની ટીમના માણસોએ પ્રયાસ હાથ ધર્યો હતો.

પોલીસ સલામતીના ભાગ રૂપે આવી

મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં વીજ પ્રવાહ લિકેજની ઘટના સામે આવી હતી. મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયર મેન દોડી આવ્યા હતા. અને ખોદીને તપાસ કરવામાં આવતા કેબલ સ્ટ્રીટ લાઈટનો હોવાની શક્યતાઓ સેવવામાં આવી છે. હાલ તો ટોરેન્ટ પાવરના વાયરમેને ફોલ્ડ રિપેર કરી દીધો છે. દરમિયાન ખટોદરા પોલીસની પીસીઆર વાન પણ સલામતીના ભાગ રૂપે આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી