તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંદેરમાં ઈન્દોરથી આવેલા કિન્નરનો માનસિક તણાવમાં આપઘાતનો પ્રયાસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિન્નરને આપઘાતના પ્રયાસ કર્યા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
કિન્નરને આપઘાતના પ્રયાસ કર્યા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
  • કોઈ કામ ધંધો ન હોવાથી કિન્નર માનસિક તણાવમાં રહેતો હતો

સુરતઃરાંદેર વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ નજીક મિત્રના મકાનમાં કિન્નરે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માનસિક તણાવમાં રહેતો કિન્નર પોતાની માતાને ઈન્દોર મળીને આવ્યાં બાદ આપઘાતનો પ્રયાસ કરી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મિત્ર સૂતો હતો અને કિન્નરે આપઘાતનો પ્રયાસ કર્યો
લિંબાયતના આસપાસમાં રહેતા નિશાબર્ન કુંવર(ઉ.વ.આ.22) ગઈકાલે ઈન્દોર પોતાની માતાને મળીને સુરત આવ્યાં હતાં. છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ધંધો ન હોવાથી રૂપિયાને લઈને કિન્નર તણાવમાં હતો. જેથી રાત્રે તેના મિત્ર રોશનને ત્યાં ગયો હતો. રાંદેર બસ સ્ટોપ નજીક રોશનના ઘરે ગયેલો અને તેને જણાવ્યું હતું કે, ક્યારેક ગુસ્સો આવી જાય છે અને ક્યારેક શાંત પડી જાય તેવો સ્વભાવ થઈ ગયો છે. આ દરમિયાન રાત્રે રોશન પોતાના રૂમમાં સૂતો હતો અને કિન્નર બહાર હોલમાં સૂતો હતો ત્યારે કિન્નરે પોતાના જ હાથ ચપ્પુ જેવા તિક્ષ્ણ વસ્તુથી પોતાના ગળે મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો