સુરત / નવસારી કૃષિ યુનિવર્સિટીના ડેપ્યુટી ઈજનેર સહિત પાંચ સામે અપહરણ અને ધમકીની ફરિયાદ નોંધાઈ

પુણા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
પુણા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

  • અંગત અદાવતમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા
  • કારમાં અપહરણ કરી ઢીક્કામુક્કીનો માર મારવામાં આવ્યો હતો

Divyabhaskar.com

Nov 17, 2019, 05:06 PM IST

સુરતઃ નવસારી કૃષિ યુનિવર્સિટીના ડેપ્યુટી ઈજનેર સહિત પાંચ સામે અપહરણ અને ધમકીની ફરિયાદ નોંધાઈ છે. પુણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ આધારે બાંધકામ કોન્ટ્રાક્ટરનું કારમાં અપહરણ કરાયા બાદ માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

કારમાં અપહરણ કરીને માર માર્યો

પુણા પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે, ગત 13મીના રોજ બાંધકામ કોન્ટ્રાક્ટર બાંધકામના ટેન્ડર પાસ કરાવવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના ડેપ્યુટી ઈજનેર અહેમદ સિંધી, યાકુબ સિંધી, અસલમ, સલીમ અને જુબેર સાથે કારમાં ધસી આવ્યા હતા. કારમાં અપહરણ કરીને માર માર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બાંધકામ કોન્ટ્રાક્ટરે પાંચેય વિરુદ્ધ અપહરણ, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે.

X
પુણા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીરપુણા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી