તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના સાયરામાં યુવતીના મોત મામલે કેન્ડલ માર્ચ કાઢી ન્યાયની માંગ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા - Divya Bhaskar
કતારગામ ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
  • આરોપીઓને ઝડપથી પકડી ન્યાયની માંગ કરવામાં આવી

સુરતઃ મોડાસાના સાયરમાં યુવતીના શંકાસ્પદ મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન ગત રાત્રે સુરતમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને આરોપીઓને ઝડપથી પકડી ન્યાયની માંગ કરવામાં આવી હતી.

ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
મોડાસાના સાયરા(અમરાપુર)ની 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં 5 જાન્યુઆરીએ લાશ મળી આવી હતી. ત્યારબાદ ત્રણ દિવસે લાશ સ્વિકારી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. યુવકના મોતના પગલે સમાજ અને ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કતારગામ ખાતે યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો