KBC કોઇન કૌભાંડ: આરોપીઓ સામે 800 પાનાંની ચાર્જશીટ રજૂ, રમણીક પટેલ વોન્ટેડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીઆઇડી ક્રાઇમમાં 1.47 કરોડના ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી : હવે ચાર્જફ્રેમની પ્રોસેસ

સુરતઃ સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલાં કેબીસી કોઈનના થયેલી છેતરપિંડીના કેસમાં શુક્રવારે તપાસ અધિકારીએ 800 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં વરાછાના રહેવાસી એવા આરોપી રમણીક પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કેસની વિગત મુજબ બિટકનેક્ટ, બિટકોઇન, બીએસેએસ કોઇનની ભરમાર વચ્ચે સીઆઇડી ક્રાઇમે કેબીસી કોઇનમાં ચાર આરોપીઓ આસીફ મોહંમદ રફીક, વિજય ગાંડાભાઈ પ્રજાપતિ, ધરીજ પટેલ અને કમરૂદ્દીને સૈયદ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ચારેયની ધરપકડ કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આરોપીઓએ વેબસાઇટ શરૂ કરી લોકોને કેબીસી કોઇનમાં રૂપિયા રોકવાનું કહ્યું હતું અને વધુ વળતરની લાલચ આપી હતી. શરૂઆતમાં 1.23 કરોડની ચીટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બાદમાં તપાસ આગળ વધતા આ ફરિયાદ રૂપિયા 1.47 કરોડ સુધી પહોંચી હતી. આ કેસમાં આજે સીઆઇડી દ્વારા આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. હવે આગામી સમયમાં ચાર્જફ્રેમની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. 

આરોપીઓની મિલકતો સીઝ કરવામાં આવી
રિકવરી માટે સીઆઇડી દ્વારા આરોપીઓની મિલકતો પણ સિઝ કરી છે. કુલ 814 પાનાની ચાર્જશીટમાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપીઓના એક મકાન અને પ્લોટ સિઝ કર્યા છે. જેની આગામી સમયમાં હરાજી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...