તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૈદરાબાદથી બાળકીને લઈ આવેલા દંપતીને કાપોદ્રા પોલીસે ઝડપી લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકીને હૈદરાબાદથી સુરતના કાપોદ્રામાં લઈને આવેલા દંપતીની અટકાયત કરવામાં આવી હતી. - Divya Bhaskar
બાળકીને હૈદરાબાદથી સુરતના કાપોદ્રામાં લઈને આવેલા દંપતીની અટકાયત કરવામાં આવી હતી.
  • બાળકીની માતા ભીખારી અને દારૂ પીતી હોવાથી લાવ્યાનો બચાવ
  • કાપોદ્રા પોલીસ દંપતીને ઝડપી લઈને હૈદરાબાદ પોલીસને જાણ કરી

સુરતઃ મૂળ હૈદરાબાદનું દંપતી ત્યાંથી એક બાળકીને પોતાની સાથે સુરત લઈ આવ્યું હતું. જેથી હૈદરાબાદમાં બાળકીના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી.આથી સુરતની કાપોદ્રા પોલીસે બાળકીને લઈ આવનાર દંપતી અને બાળકીને સહિ સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં બાળકીને લઈ આવનાર દંપતીએ બચાવ કરતાં કહ્યું હતું કે, અમારે ત્રણ સંતાનો છે બાળકીની માતા દારૂ પીતી હોવાની સાથે ભીખ માંગતી હોવાથી બાળકીની સલામતી માટે સાથે લાવ્યાં હતાં.

દંપતી કાપોદ્રામાં ફૂલનો ધંધો કરે છે


હૈદરાબાદથી બાળકીને લઈ આવનાર દંપતી કાપોદ્રા વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહીને ફૂલનો ધંધો કરે છે. પોતાના ત્રણેય સંતાનો હૈદરાબાદમાં હોવાનું દંપતીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું. હાલ કાપોદ્રા પોલીસે દંપતી અને બાળકીનો કબ્જો મેળવી લઈને હૈદરાબાદ પોલીસને જાણ કરી દીધી હોવાથી પોલીસ આવીને બાળકી અને કથિત રીતે અપહરણકર્તા દંપતીનો કબ્જો મેળવી વધુ તપાસ આદરશે.