તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા કોર્પોરેટર એન્ડ ટોળકી પાલિકામાં ખોટી અરજી કરી પૈસા ખંખેરતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોટી અરજીઓ બનાવીને ખેલ પાડવામાં આવતો હતો - Divya Bhaskar
ખોટી અરજીઓ બનાવીને ખેલ પાડવામાં આવતો હતો
  • કોંગ્રેસના લાંચિયાં કોર્પોરેટર કપિલા, પતિ પલ્કેશ ACBની પકડથી દૂર

સુરતઃ કોંગ્રેસના લાંચીયા મહિલા કોર્પોરેટર કપિલા પટેલ એન્ડ ટોળકી પાલિકામાં ખોટી અને ગેરકાયદે બાંધકામની અરજીઓ કરી કોન્ટ્રાકટરો, વેપારીઓ, બિલ્ડરો તેમજ ટ્રાન્સપોર્ટરો પાસેથી લાખોનો તોડ કરતી હતી. તોડ કરવામાં મહિલા કોર્પોરેટરનો પતિ તો જાણે પોતે જ કોર્પોરેટર હોય તેવો રુબાબ કરતો હતો. 2019માં કરેલી અરજીમાં 50 હજારની લાંચમાં કપિલા એન્ડ ટોળકી એસીબીની જાળમાં ફસાય ગઈ હતી. હાલમાં કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલ બન્ને ફરાર છે.

કોર્પોરેટરનો વાઉચર હિતેશ 13મી સુધી રિમાન્ડ પર 
મુસ્લિમ બિલ્ડર પાસેથી 50 હજારની લાંચ કેસમાં રકમ લેનાર કોર્પોરેટરના વાઉચર હિતેશ પટેલની એસીબીએ ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટએ તેને 13મી તારીખે સાંજે 4 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. 

પહેલા લાંચની રકમ હિતેશની દુકાને આપવાની હતી 
પહેલા મહિલા કોર્પોરેટરના લાલચી પતિએ બિલ્ડરને 50 હજારની રકમ માટે માત્ર ‘પેલુ પહોંચાડી દો’ એવુ કહ્યું હતું. બાદમાં ઉધના ભાઠેના રાકેશ ટ્રેડર્સના નામે હાર્ડવૈરના નામે વેપાર કરતા હિતેશ મનુ પટેલને પલ્કેશએ કોલ કરીને બિલ્ડર તમારી દુકાને આવશે પડીકું લઈ લેજો, એવુ કહ્યું હતું. બિલ્ડર એસીબીના સ્ટાફ સાથે છટકું ગોઠવીને દુકાને પહોંચ્યા તો કોર્પોરેટર વાઉચર ન હતો. આથી બિલ્ડરે વાઉચરને કોલ કર્યો તો તેણે 50 હજારની રકમ ઉધના દરવાજા પાસે બોલાવ્યો હતો. કોર્પોરેટર એસીબીના સ્ટાફે સર્ચ ઘરેથી દસ્તાવેજા ઉપરાંત અન્ય ડોક્યુમેન્ટો હાથ લાગ્યા.

અન્ય સમાચારો પણ છે...