તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામરેજ ટોલ નાકા પર ના કર સમિતિ દ્વારા આંદોલનના ભાગેરૂપે ચક્કાજામ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ના કર સમિતિ દ્વારા આંદોલનના ભાગરૂપે યોજાનારા ચક્કાજામ વિષે માહિતી આપી હતી. - Divya Bhaskar
ના કર સમિતિ દ્વારા આંદોલનના ભાગરૂપે યોજાનારા ચક્કાજામ વિષે માહિતી આપી હતી.
  • સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યા વગર ચક્કાજામ

સુરતઃફાસ્ટ ટેગનો અમલ થવાને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. આ તરફ કામરેજ ટોલનાકા પર ના કર સમિતિ દ્વારા આવતીકાલે 15મી ડિસેમ્બરના રોજ ટોલમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવશે. ના કર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી મિલકતોને નુકસાન ન પહોંચે તે રીતે ચક્કાજામ કરવામાં આવશે.

GJ 5 અને GJ 19ને મુક્તિ આપવા માંગ
ના કર સમિતિ દ્વારા આવતી કાલે લાગુ થનારા ટોલનો વિરોધ કરવામાં આવશે.સુરત જિલ્લા તમામ જિલ્લા આગેવાન ગ્રામ પંચાયત સાથે સ્થાનિક આગેવાન ખેડૂતો કામરેજ ખાતે પહોંચશે.
સવારે 10 વાગે કામરેજ ખાતે ટોલ મુક્તિને લઈને આંદોલન શરૂ કરવામાં આવશે.GJ5 અને GJ 19 ટોલમાં મુક્તિ માટે રજૂઆત કરી હતી.સરકારી મિલકતને નુકશાન વગર ચક્કાજામ કરવામાં આવશે તેમ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...