તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત ‘બમણાં-ગ્રોથ-સ્કીમ’ શબ્દોએ 2954 લોકોની મૂડી ડૂબાડી દીધી, નાણાં ગુમાવનારાની દાવો કરવા લાઈનો લાગી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે છેતરપિંડી કરનાર કંપનીઓની મિલકતો સિઝ કરી છે
 • અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં વધુ દાવાઓ રજૂ કરાયા છે
 • ઠગોની મિલકત વેચીને અરજદારોને ચુકવણી કરાશે, 30મી સુધી અરજી સ્વીકારાશે
 • બિટકનેક્ટ સહિત વિવિધ કંપનીઓમાં નાણાં ગુમાવનારાઓની લાંબી લાઇનો લાગી

સુરતઃ શહેરમાં એકના ડબલ કરવાની સ્કિમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં. લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં.

એસડીએમની નિમણૂંક કરાઈ
Gpid act 2003 હેઠળ સીઆઈડી ક્રાઈમ દ્વારા તાપસ કરીને જિલ્લા કોર્ટમાં કેસ નોંધાવ્યો છે.તે તપાસ હેઠળ મળી આવેલી ચિટ કંપનીઓની પ્રોપરટી ગવર્મેન્ટ સિઝ કરી છે.રોકાણકારોના દાવા સ્વીકારવા એસડીએમ સુરતની નિમણૂક કરવામાં આવતાં લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.હાલ તમામ રોકણકારોએ કરેલા રોકાણની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જલગાંવથી પણ લોકો દાવો કરવા આવ્યાં
બે દિવસમાં આ આંકડો 2954 સુધી પહોંચ્યો છે. 30 ઓગસ્ટ સુધીમાં મોટા પ્રમાણમાં સંખ્યા વધે તો નવાઇની વાત નથી. સરકાર દ્વારા ભોગ બનનાર વતી કંપનીઓ સામે દાવો દાખલ કરવામાં આવનાર છે. આ માટે સિટી પ્રાંતની એસડીએમ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ભોગબનનાર પાસે દાવા અરજી લેવામાં આવી રહી છે. સરકાર ઠગોની મિલકત ટાંચમાં લેશે અને મિલકત વેચી અરજદારોને ચુંકવણી કરશે. આવી લોભામણી લાલચમાં આવીને નાણાં ગુમાવનારમાં મોટા ભાગના તાપી જિલ્લા, સુરત જિલ્લા અને જલગાંવથી પણ લોકો દાવો કરવા માટે આવ્યા હતા.

પાંચ હજાર અરજી આવી ગઈઃઅધિકારી
ક્લેક્ટર કચેરીએથી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે મિલકતો ટાંચમાં લીધી છે. આ અંગે જાહેરનામું બહાર પાડીને જે રોકાણકારો પોતાના દાવા રજૂ કરવા માંગતા હોય તે કરી શકે છે. અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર જેટલી અરજી આવી ગઈ છે. સાથે જ વધુ દાવાઓ લોકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. નિયમોને આધિન હાલ પ્રક્રિયા ચાલી રહી છે.

130 લોકોના નાણાં ફસાયા
મૈત્રીય કંપની દ્વારા એજન્ટ બનાવતા 130 સભ્યો બનાવ્યા હતા. કંપની બંધ થતા લોકોએ ઉઘરાણી કરી જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું. હવે રાહત થઇ છે. - નંદુબેન પવાર

મજૂરી કરીને પૈસા ભર્યા છે
મજુરી કરીને ભેગા કરેલા રૂ.10 હજાર સમૃધ્ધ જીવનમાં  ફિક્સમાં મૂક્યા હતા. સાડા ત્રણ વર્ષ સુધી પૈસા આપવાનું કહ્યું હતું. હવે અમારી મૂડી પણ ગઇ છે. - સોનલ ચૌધરી

આખા ફેમિલીનું ખાતુ હતું
મૈત્રીયમાં સભ્ય બન્યા બાદ એજન્ટ બનાવી  આખા પરિવારનું માસિક રૂ.500નું ખાતુ ખોલાવ્યું હતું. 50420 ફિક્સમાં મૂક્યા હતા. જિંદગીની પૂંજી ડુબી ગઇ. - નયના ગામીત

કઇ કઇ કંપનીઓ
વરર્ચ્યુઅલ કરન્સી અને અલગ અલગ સ્કીમમાં પૈસા ડબલ કરી દે‌વાની લાલચ આપનારી ચાર પ્રમુખ કંપનીઓ વિરુદ્ધ દાવા અરજી મળી હતી

 • બિટ કનેક્ટ લી. માનવ ડિજિટલ માર્કેટિંગ
 • વિનટેચ શોપિંગ પ્રા.લિ. એચ.આર.પી. બિઝનેશ
 • મે. મૈત્રીય રીયલટર એન્ડ સ્ટ્રક્ચર પ્રા.લી.
 • વિનટેચ સિસ્ટર કન્સન્ટ કંપની એચઆરપી
 • સમૃધિ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી કો.ઓ. સોસાયટી. પુના મહારાષ્ટ્ર

આ લાલચ આપી ભેરવ્યા

 • કંપનીઓ 5,6, 8 અને 10 વર્ષ માટે સ્કીમ મૂકી
 • ડેઇલી કલેકશન 7 વર્ષે બમણા
 • ફિક્સ ડિપોઝીટ 5 વર્ષ 10 વર્ષ માટે બમણા અને તેના ડબલ
 • ફિક્સ ડિપોઝીટ કંપનીમાં ઇન્વેસ્ટ પ્રમાણે ગ્રોથ આપવા
 • જ્યારે એજન્ટોને ઇન્વેસ્ટ કરાવે તેના પ્રથમ વર્ષે 3 ટકા બાદમાં 2 ટકા આપતા હતા