સુરત / લિંબાયતમાં પતંગ પકડવાની બબાલમાં તલવારથી હુમલો થતાં એકને ઈજા

ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો.

  • ચાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો
  • યુવક મંદિરમાં છુપાઈ જતાં બચી ગયો

Divyabhaskar.com

Jan 14, 2020, 05:02 PM IST

સુરતઃલિંબાયત વિસ્તારમાં પતંગ પકડવાની બબાલમાં યુવકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. ચાર યુવકોએ પતંગ પકડવાની નજીવી બબાલમાં યુવક પર તલવાર લઈને હુમલો કર્યો હતો. જેથી લિંબાયતના યોગેશ્વર નગરમાં રહેતા રાહુલ પાટીલ (ઉ.વ.આ.18)નાને માથા અને હાથની આંગળીઓ પર ઘા લાગતાં ઈજાઓ પહોંચી હતી. હીરા કંપનીમાં કામ કરતો રાહુલ હુમલા બાદ નાસી જઈને ઈજાગ્રસ્ત હાલતમાં લિંબાયતમાં મંદિરમાં છુપાઈ જતાં જીવ બચી ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત રાહુલને તેના મિત્રો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં.

X
ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો.ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી