વેસુમાં ઇન્કમટેક્ષ ટેક્ષ અધિકારી દ્વારા ક્રિકેટ રમતા બે યુવકને માર મર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે બેટથી ક્રિકેટ રમતા હતા તેનાથી યુવકોને માર માર્યો - Divya Bhaskar
જે બેટથી ક્રિકેટ રમતા હતા તેનાથી યુવકોને માર માર્યો
  • યુવકોને બેટ વડે માર માર્યો
  • લોકોના રોકવા છતા ન રોકાયા

સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી રેસીડેન્સીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં એક ઈન્કમટેક્ષ અધિકકારીએ બે યુવકને માર માર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઈજાગ્રસ્ત યુવકો પરિવાર  સાથે ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. જેમાં ઈન્કમ ટેક્ષ અધિકારી બેટ વડે માર મારતા હોય તેવું નજરે પડે છે.

ક્રિકેટ રમતા ઝઘડો થયો

સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્ષ અધિકારીના પુત્ર સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઈન્કમટેક્ષ અધિકારી અને તેનો પુત્ર આવ્યા હતા. અને આદિત્ય પારેખ અને રિતીક જૈન સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઈન્કમટેક્ષ અધિકારી અને તેના પુત્રએ યુવકોને માર માર્યો હતો. જેમાં આદિત્ય પારેખને વધુ માર માર્યો હતો. જેથી તેને ઈજા પહોંચી હતી. જેથી બંને યુવકો દ્વારા ઉમરા પોલીસમાં ઈન્કમટેક્ષ અધિકારી અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અને સુરત સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.