તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત: આગામી નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ પ્રવેશ લેવા માગતા ગરીબ વિદ્યાર્થીઓના પરિવારજનોએ છેલ્લી ઘડી સુધી આવકના દાખલાં માટે વરાછાના મીની બજાર સ્થિત કચેરીએ લાઇનો લગાવી હતી. હાલ આવકના દાખલા મેળવવા મોટી સંખ્યામાં અરજીઓ મળતાં મીની બજારની કચેરીએ ભારે ભીડ જામી રહી છે. પરિણામે માતા-પિતાને વહેલી સવારથી લાઇનોમાં ટોકન લેવાની નોબત પડી છે. વરાછામાં આ એકમાત્ર સેન્ટર હોવાથી ભારે હાલાકી પડી રહી છે. આવકના દાખલા બનાવવાના અન્ય સેન્ટરો શરૂ કરવા પણ માગ ઊઠી હતી.
દલાલોની દિવાળી 1200 રૂપિયા સુધીના ઉઘરાણાં
દર વર્ષે આરટીઇ હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયાનો આરંભ એપ્રિલ માસથી જ થઇ જાય છે. આ પ્રક્રિયા સપ્ટેમ્બર માસમાં પુરી કરી લેવાય છે ત્યારે ગણતરીના દિવસો બાકી હોવાથી જરૂરિયાતમંદ વાલીઓએ આ યોજનાનો લાભ લેવા આવકના દાખલા બનાવવાની કવાયત શરૂ કરી છે. આ પ્રક્રિયા માટે એક સાથે અને મોટા પ્રમાણમાં અરજીઓ પહોંચી હોવાથી વિવિધ કચેરીઓ ઉપર આવકના દાખલાં મેળવવા મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે. આ ભીડનો લાભ લેવા વિવિધ કચેરીએ એજન્ટો પણ સક્રિય થયાં છે. જેના લીધે છેવટે પ્રજાને આવકના દાખલા માટે 1000થી 1200 રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.
મીની બજારમાં કાઉન્ટર વધારવા માગ
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ શરૂ થઇ નથી. સંભવત: આ મહિનાના અંત સુધી ઓનલાઇન પ્રક્રિયા શરૂ થશે ત્યારે ગણતરીનો સમય બાકી છે ત્યારે રહી ગયેલાં ગરીબ વાલીઓ હજુ પણ શિક્ષણનો અધિકાર મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો મેળવવા માટે રીતસરનો સાહસ કરતાં જોવા મળ્યાં હતાં. વરાછાના મીની બજાર ખાતે આવકના દાખલા માટે તલાટીની સહી માટે લાઇનો લાગે છે તે પછી ફોર્મ સબમિટ કરવા માટેના ટોકન માટે અને છેવટે ફોટા પડાવવા માટે અરજદારોને આમ-તેમ ભટકવું પડી રહ્યું છે. ગીચ વિસ્તારમાં એક માત્ર સેન્ટર અને અપૂરતાં કાઉન્ટરોના લીધે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મળસ્કેથી વાલીઓની લાઇનો લાગે છે
ડિજીટલ ઇન્ડિયાના દાવા વચ્ચે હજુ પણ આવકના દાખલા બનાવવાની પ્રક્રિયા કાગળો અને કતારોમાં જ અટવાઈ રહી છે. માર્ચ મહિ નાનો બીજો સપ્તાહ ચાલી રહ્યો છે એટલે ગમે ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ થાય તેમ છે ત્યારે રહી ગયેલા વાલીઓ સરકારી યોજનાનો લાભ લેવા સિવિક સેન્ટર ઉપર મળસ્કે 6 વાગ્યાથી લાઇનો લગાવી રહ્યાં છે. વરાછા રોડ વિસ્તાર ગીચ રહેણાક વાળો હોવાથી રત્નકલાકાર પરિવારો ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. તેવામાં આ તકનો પણ લાભ ખાટવા ટાઉટો મનફાવે તેમ ખિસ્સા ખંખેરી રહ્યાં છે. નોકરી પર રજા રાખી વાલીઓ લાઇનોમાં દિવસ વેડફી રહ્યાં છે.
નવા સેન્ટરો શરૂ થવા જોઇએ
લોકોને ઝોન સ્તરે વહેંચી દેવામાં આવ્યાં છે પણ વરાછા અને કતારગામ ખુબ લાંબી હદવાળો વિસ્તાર હોવાથી પબ્લિકનો ધસારો જોઇ અલાયદી વ્યવસ્થા કરવી જોઇએ. આ અંગે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવે છે. આરટીઈનો લાભ લેવા પહેલાંના પ્રમાણપત્રો માટે એજન્ટો મનફાવે તેમ રૂપિયા ખંખેરી રહ્યાં છે. કોઇ જરૂરિયાતમંદ રહી ન જાય તેની તંત્રએ વ્યવસ્થા કરવી જોઇએ. – ભાવેશ વરિયા, સામાજિક કાર્યકર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.